Wed,17 April 2024,1:22 am
Print
header

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનો 3 દિવસનો ગુજરાત પ્રવાસ, જાણો તેમનો કાર્યક્રમ- Gujarat post

અમદાવાદઃ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજથી ત્રણ દિવસ ગુજરાત પ્રવાસે છે.  આજે રાત્રે  તેઓ અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. નડ્ડા ગાંધીનગર, અમદાવાદ, રાજકોટ અને મોરબીનો પ્રવાસ કરશે.રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા તારીખ 20 સપ્ટેમ્બરના રોજ નમો કિસાન પંચાયત, મેયર સમિટ, જનપ્રતિનિઘિ સંમેલન, મોરબી ખાતે યોજાનાર રોડ શો અને વિરાંજલી કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. નડ્ડા તારીખ 21 સપ્ટેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પ્રદેશ મોરચાના પ્રમુખો સાથે બેઠક કરશે, સાથે પ્રોફેસર સમિટ અને મેયર સમિટના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે. મોરબી ખાતે જિલ્લાના કાર્યકરો દ્વારા તારીખ 20 સપ્ટેમ્બરના રોજ રોડ શો યોજાનાર છે.આ રોડ-શોમાં રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા, પ્રદેશ અધ્યક્ષ પાટીલ અને  મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત  આગેવાનો ઉપસ્થિત રહેશે.

20 સપ્ટેમ્બરના રોજ ગાંઘીનગર ખાતે યોજાનાર વિરાજંલિ કાર્યક્રમમાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે. સવારે રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા ગુજરાત પ્રદેશ કિસાન મોરચા દ્વારા યોજનાર નમો કિસાન પંચાયત કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકરોને માર્ગદર્શન આપશે અને ઇ-બાઇકને ફલેગ ઓફ કરવામાં આવશે.

ભાજપના મેન્ડેટ પર અલગ-અલગ ચૂંટણીઓમાં જે ઉમેદવારો વિજેતા થયા છે તે જન પ્રતિનિધીઓનું સંમેલન રાજકોટ ખાતે તારીખ 20 સપ્ટેમ્બરના રોજ યોજનાર છે. પ્રવાસના બીજા દિવસ તારીખ 21 સપ્ટેમ્બરના રોજ પ્રદેશ કાર્યાલય ખાતે સંગઠનના અલગ-અલગ પદાધિકારીઓ સાથે બેઠક કરશે. બાદમાં અમદાવાદ ખાતે પ્રોફેસર સમિટમાં વિવિધ ક્ષેત્રના અધ્યાપકો સમક્ષ ભારતીય જનતા પાર્ટીના વિચારોને રજૂ કરશે. ત્યાર બાદ મેયર સમિટના સમાપન સત્રમાં ઉપસ્થિત રહેશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch