Sat,20 April 2024,2:43 pm
Print
header

ભાજપ સાંસદ રામભાઈ મોકરીયાએ પોતાની જ સરકારની ખોલી પોલ, કહ્યું- એરપોર્ટ પર નથી લેવાતા તકેદારીના પગલા

રાજકોટઃ રાજ્યમાં ઓમિક્રોનની દહેશત વચ્ચે આરોગ્ય વિભાગ, કલેક્ટર કચેરીઓ અને સત્તાધિશોએ બેઠકોનો દોર શરૂ કર્યો છે. ઓમિક્રોનને લઇને રાજકોટમાં તૈયારીઓ પૂરજોશમાં થઇ રહી છે. આ બધાની વચ્ચે  ભાજપના સાંસદ રામભાઇ મોકરિયાએ આરોગ્ય વિભાગની અને પોતાની જ ભાજપ સરકારની પોલ ખોલી નાંખી છે. રાજ્યસભા સાંસદ મોકરિયાએ કહ્યું કે રાજકોટ એરપોર્ટ પર પુરતા તકેદારીના પગલા લેવાતા નથી.  ભાજપના રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ મીડિયા સમક્ષ નિવેદન આપતા જણાવ્યું કે કેનેડાનો એક મુસાફર મારી સાથે કાલે દિલ્હીથી રાજકોટ આવ્યો પરંતુ એરપોર્ટ પર કોઈએ ખાસ ચેકિંગ જ કર્યં નહીં.

પોતાના અનુભવને વર્ણવતા મોકરિયાએ કહ્યું કે વિદેશથી આવેલા અને વાયા દિલ્હી થઈ રાજકોટ પહોંચેલા મુસાફરની પૂછપરછ કરતા સામે આવ્યું કે ક્યાંય ચેકિંગ જ થતુ નથી. ઓમિક્રોનના સતત ખતરા વચ્ચે પ્રશાસન હજુ પણ બેદરકારી રાખી રહ્યું છે. સાંસદે રવિવારના દિવસે કલેકટર, આરોગ્ય વિભાગ સહિતના સબંધિત વિભાગો સાથે બેઠક યોજી હતી.  

નોંધનિય છે કે થોડા દિવસ પહેલા રામભાઇ અને પૂર્વ સીએમ વિજય રૂપાણી વચ્ચે બોલાચાલી થઇ હતી, તેઓ છેલ્લા ઘણા સમયથી પાર્ટીથી નારાજ હોય તેમ પણ લાગી રહ્યું છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch