Sat,20 April 2024,4:25 am
Print
header

ભાજપ કાર્યકર્તાની દારૂ પાર્ટી ! કોરોનાની સ્થિતીમાં તલવારથી કેક કાપી, બિયરની રેલમછેલ

મહિસાગરઃ રાજ્યમાં કોરોનાની સ્થિતીમાં અનેક લોકોનાં મોત થઇ ગયા છે અને અનેક લોકોને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે, આ મહામારીની સ્થિતીમાં ભાજપના સંદિગ્ધ કાર્યકર્તાઓના શરમજનક કારનામા સામે આવી રહ્યાં છે, હાલમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે, આ વીડિયોમાં મહિસાગરના વીરપુરમાં યુવા ભાજપનો કાર્યકર્તા કવન પટેલ હોવાનું જાણવા મળ્યું છે, તેના જન્મદિવસે તેને બિયરની પાર્ટી આપી હતી, તે કોરોનાની સ્થિતીમાં પણ ટોળું ભેગી કરીને તલવારથી કેક કાપી રહ્યો છે અને તેના મિત્રો બિયરની બોટલો તોડીને બિયર ઉછાળી રહ્યાં છે.

આ શરમજનક પાર્ટીમાં મહીસાગર જિલ્લાના ગુજરાત રાજ્ય સ્વામી વિવેકાનંદ બોર્ડના જિલ્લા પ્રમુખ યોગેન્દ્ર મહેરા પણ હોવાની વાત છે, જેમની સામે પણ પોલીસ અને ભાજપ કડક કાર્યવાહી કરે તેવી માંગ છે. મહિસાગર જિલ્લાની આ ઘટના પછી સ્થાનિક ભાજપ માટે આ શરમજનક બાબત સામે આવી છે.

વીડિયો સામે આવ્યાં પછી પોલીસ આ મામલે તપાસ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે, કોરોનાની સ્થિતીમાં પણ ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ જોવા મળી રહી છે, સીએમ વિજય રૂપાણીએ પણ હવે સ્વીકારી લેવું જોઇએ કે ગુજરાતમાં દારૂ સરળતાથી અને ખુલ્લેઆમ વેચાઇ રહ્યો છે. 

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch