Fri,19 April 2024,5:02 pm
Print
header

હાર્દિક પટેલ જો ભાજપમાં જશે તો તેને કચરો કહેનારા નેતાઓ તેની કચરા જેવી હાલત કરવા તૈયાર- Gujarat Post

ગાંધીનગરઃ કોંગ્રેસના કેટલાક નેતાઓ તેમની ચાલમાં સફળ રહ્યાં છે અને હાર્દિક પટેલને પાર્ટી છોડી દેવા મજબૂર કરીને તેને બહારનો રસ્તો બતાવી દીધો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે શું ભાજપને ગાળો આપનારો હાર્દિક પટેલ હવે કમલમ જઇને ભાજપના નેતાઓની ગુલામી કરશે કે પછી અન્ય કોઇ રસ્તો વિચારશે ?? હાર્દિકે તેના સોશિયલ મીડિયામાં કેસરિયો સાફો પહેરેલો ફોટો શેર કર્યો છે, જેના પરથી લાગી રહ્યું છે કે હવે તે પાટીદારોને માર મારનારી પાર્ટી ભાજપમાં એન્ટ્રી કરશે.

જો હાર્દિક પટેલ ભાજપમાં જશે તો કોંગ્રેસની જેમ ત્યાં પણ કેટલાક પાટીદાર નેતાઓ તેનો વિરોધ કરવા તૈયાર છે, અનેક એવા નેતાઓ છે કે જેમને હાર્દિકથી તકલિફ છે અને જો હાર્દિક ભાજપમાં જશે તો ત્યાં પણ તેની ટેવ પ્રમાણે ગંદી રાજનીતિ શરૂ કરી દેશે તે નક્કિ છે. 

થોડા સમય પહેલા જ ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ મંત્રી દિલીપ સંઘાણીએ હાર્દિક પટેલને લઇને કહ્યું હતુ કે આવો કચરો પાર્ટીમાં ન લવાય, હવે જો હાર્દિક ભાજપમાં જશે સંઘાણી જેવા તો અનેક નેતાઓ છે જે હાર્દિકનો કચરો કરી નાખવા તૈયાર છે. ભાજપે એવી પાર્ટી છે જ્યાં પક્ષપલટો કરીને આવેલા અનેક નેતાઓની દયનિય હાલત કરી નાખે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch