નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી 2014 થી કેન્દ્રમાં સત્તા પર છે આ સમય દરમિયાન કોર્પોરેટ અને વ્યક્તિગત ડોનેશન મેળવવાની બાબતમાં ભાજપ ટોચ પર છે. ચૂંટણી પંચને સોંપવામાં આવેલા પોતાના અહેવાલમાં ભાજપે જણાવ્યું કે વર્ષ 2019-20 માં પાર્ટીને કોર્પોરેટ કંપનીઓ અને વ્યક્તિઓ પાસેથી અંદાજે 750 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું છે.
ભારતીય જનતા પાર્ટીને મળેલું ડોનેશન કોંગ્રેસ પાર્ટીને મળેલા ડોનેશન કરતા પાંચ ગણું વધારે છે. કોંગ્રેસને માત્ર 139 કરોડ રૂપિયાનું ડોનેશન મળ્યું હતું. એક વર્ષ દરમિયાન એનસીપીને 59 કરોડ,ટીએમસીને 8 કરોડ, સીપીએમને 19.6 કરોડ અને સીપીઆઇને 1.9 કરોડ ડોનેશન પેટે મળ્યાં છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ મુજબ ભાજપને ડોનેશન આપનારામાં સાંસદ રાજીવ ચંદ્રશેખરની જયુપીટર કેપિટલ, આઇટીસી ગ્રુપ, રિયલ એસ્ટેટ કંપની મેક્રોટેક ડેવલપર્સ (અગાઉ લોઢા ડેવલપર્સ તરીકે ઓળખાતી હતી ) અને બી.જી.શિર્કે કન્સ્ટ્રક્શન ટેકનોલોજી, પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટ અને જન કલ્યાણ ઇલેક્ટોરલ ટ્રસ્ટ મુખ્ય છે. ભાજપને પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટે 217.75 કરોડ રૂપિયા ડોનેશનમાં આપ્યાં છે ઉપરાંત જન કલ્યાણ ઇલેક્ટોરલ ટ્રસ્ટે 45.95 કરોડ, જયુપીટર કેપિટલે 15 કરોડ, આઇટીસીએ 76 કરોડ, લોઢા ડેવલોપરે 21 કરોડ, ગુલમર્ગ ડેવલોપરે 20 કરોડ ડોનેશન આપ્યું છે.
ઇલેક્ટોરલ ટ્રસ્ટે કંપની એક્ટની કલમ 25 હેઠળ મુખ્યત્વે કોર્પોરેટ ગૃહો પાસેથી સ્વૈચ્છિક ડોનેશન મેળવે છે રાજકીય પક્ષોમાં વહેંચે છે રાજકીય યોગદાન આપતી વખતે તે દાતાઓના નામ ગુપ્ત રાખે છે પ્રુડેન્ટ ઇલેક્ટોરલ ટ્રસ્ટના મોટા દાતાઓ ભારતી એન્ટરપ્રાઇઝ, જીએમઆર એરપોર્ટ ડેવલપર્સ અને ડીએલએફ લિમિટેડ છે. જનકલ્યાણ ઇલેક્ટોરલ ટ્રસ્ટને જેએસડબ્લ્યુ ગ્રુપની કંપનીઓ પાસેથી ભંડોળ પ્રાપ્ત થાય છે.
ભાજપને ઓક્ટોબર 2019 માં બિલ્ડર સુધાકર શેટ્ટી સાથે જોડાયેલી રીઅલ એસ્ટેટ કંપની ગુલમર્ગ રિયલ્ટર્સ પાસેથી 20 કરોડ રૂપિયાનું મોટું દાન પણ મળ્યું હતું. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે જાન્યુઆરી 2020 માં શેટ્ટીના નિવાસસ્થાન અને ઓફિસ પર દરોડા પાડયા હતા.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
રાજ્યમાં આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી, જાણો- કયા વિસ્તારોમાં પડી શકે છે વરસાદ-Gujaratpost
2022-08-09 17:50:46
બિહારના રાજકારણના મોટા સમાચાર, નીતિશ કુમારે CM પદ પરથી આપી દીધું રાજીનામું- Gujarat
2022-08-09 17:47:01
રાજકોટ: સોની બજારમાં ભીષણ આગ, અનેક ફાયર ફાઈટર ઘટના સ્થળે-Gujaratpost
2022-08-09 17:42:59
સૌરાષ્ટ્ર કોંગ્રેસના 6 ધારાસભ્યો ટિકિટની ગેરંટી સાથે ધારણ કરી શકે છે કેસરિયો– Gujarat Post
2022-08-09 10:54:56
મોરબીના ક્વોટન સીરામીક ગ્રુપ પર ITના દરોડા, 25 સ્થળોએ એક સાથે તપાસ– Gujarat Post
2022-08-09 09:43:03
બિહારમાં તૂટી શકે છે ભાજપ અને જેડીયુનું ગઠબંધન, નીતીશ કુમારે બોલાવી બેઠક- Gujaratpost
2022-08-08 21:33:15
વેંકૈયા નાયડુની વિદાય પર પીએમ મોદીએ કહી આ મોટી વાતો– Gujarat Post
2022-08-08 12:02:19
શ્રીકાંત ત્યાગી સામે મોટી કાર્યવાહી, મકાનમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફર્યું – Gujarat Post
2022-08-08 11:54:16
HDFC એ ત્રણ મહિનામાં છઠ્ઠી વખત હોમ લોનના રેટનો કર્યો વધારો, લેટેસ્ટ રેટ કરો ચેક ? - Gujarat Post
2022-08-09 09:39:53