Thu,30 March 2023,7:49 am
Print
header

ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ રાજસ્થાનના પ્રભારી બને તેવી શક્યતા

આજે પાટીલનો જન્મદિવસ 

ગાંધીનગરઃ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટી જવાબદારી આપે તેવી શક્યતા છે. આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને તેમને રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવી શકે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક બહુમતી અપાવનાર પાટીલ સામે રાજસ્થાનમાં 'વસુંધરા ફેક્ટર'ને પહોંચી વળવાનો અને પાર્ટીને મોટી જીત અપાવવાનો પડકાર રહેશે. તેમને ભાજપ હાઇ કમાન્ડે મંજૂરી આપી દીધી હોવાની ચર્ચા છે. ટૂંક સમયમાં તેની જાહેરાત કરવામાં આવી શકે છે.

પાટીલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નજીકના છે.2009થી અત્યાર સુધીમાં નવસારી લોકસભા પર વિક્રમી મતોથી જીતેલા પાટીલને ચૂંટણીની રણનીતિના નિષ્ણાંત માનવામાં આવે છે. "દરેક બૂથ પર વિજય" કરવાની ભાજપની માઇક્રો લેવલની ચૂંટણી વ્યૂહરચના સી.આર.પાટીલની છે.દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીમાં વડાપ્રધાન મોદીએ સી.આર.પાટીલની કામગીરીના વખાણ કર્યાં હતા.   

જૂથવાદનો સામનો કરવાનો પડકાર

રાજસ્થાનમાં ભાજપને ઘણા પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે.પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે પોતાને મુખ્યમંત્રી પદના દાવેદાર તરીકે રજૂ કરી રહ્યાં છે, જ્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ ડો.સતીશ પુનિયા પોતાનો દાવો રજૂ કરી રહ્યાં છે.રાજસ્થાન ભાજપના અનેક જૂથોને એક સાથે લાવીને ચૂંટણી જીતવી સીઆર પાટીલ માટે મોટો પડકાર બની શકે છે.સાથે જ ચર્ચા છે કે રાજસ્થાનના વર્તમાન પ્રભારી અરૂણ સિંહને આ જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવી શકે છે.તેઓ કર્ણાટકનો વધારાનો હવાલો ધરાવે છે અને પાર્ટીમાં મહાસચિવનું પદ પણ ધરાવે છે. ચાર મહત્વના રાજ્યોમાં વિધાનસભા ચૂંટણીને જોતા તેમને નવી જવાબદારી સોંપી શકાય છે.

તેઓ પૂર્વ કેન્દ્રીય મંત્રી કાશીરામ રાણાનો હાથ પકડીને રાજકારણમાં જોડાયા હતા.જ્યારે ગુજરાતમાં 'કેશુભાઈ પટેલ વિરુદ્ધ નરેન્દ્ર મોદી'નું રાજકારણ ચાલ્યું ત્યારે પાટીલ મોદી સાથે જોડાયા હતા. નરેન્દ્ર મોદીએ જ્યારે વારાણસીથી લોકસભા ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો ત્યારે તેમને પોતાના લોકસભા ક્ષેત્રના પ્રભારી બનાવવામાં આવ્યાં હતા. અહીંથી પ્રચંડ વિજય મેળવ્યાં બાદ પાટીલ વડાપ્રધાનના સૌથી નજીકના અને વિશ્વાસુ લોકોમાંના એક બની ગયા હતા.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપે રાજ્યની નેતાગીરી બદલી ત્યારે વિજય રૂપાણી બાદ પાટીલને આગામી મુખ્યમંત્રી તરીકે જોવામાં આવતા હતા. પરંતુ આ મામલે પાર્ટીની કેન્દ્રીય નેતાગીરીએ ભૂપેન્દ્ર પટેલ પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.પાટીલને ગુજરાતના પ્રમુખ બનાવીને તેમને મહત્વની જવાબદારી સોંપવામાં આવી હતી, જ્યાં તેમણે સંગઠનમાં પોતાની યોગ્યતા સાબિત કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch