Thu,25 April 2024,7:47 am
Print
header

અમરેલી ભાજપમાં ભંગાણ, ધાનાણી અને પ્રતાપ દૂધાતની હાજરીમાં મોટા નેતાઓ કોંગ્રેસમાં થયા સામેલ

ગાંધીનગર: હાલ ગુજરાત વિધાનસભાનું સત્ર (Gujarat Assembly Season) ચાલી રહ્યું છે. રાજકીય આક્ષેપ પ્રતિ આક્ષેપ વચ્ચે પક્ષમાંથી વંડી ઠેકવામાં આવી રહી છે. આગામી સમયમાં યોજાનારી વિધાનસભાની પેટા ચૂંટણી (By Election) અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ અત્યારથી બની રહ્યો છે તથા તોડજોડની રાજનીતી શરૂ થઈ ગઈ છે. એક નેતા બીજા પક્ષમાં જઈ રહ્યા છે તો બીજા પક્ષના નેતા ત્રીજા પક્ષના ખોળે બેસી રહ્યા છે. પરંતુ નેતાઓનું પક્ષમાં આવાગમન તો ચૂંટણી પહેલાં અને પછી ચાલતું જ રહે છે. પક્ષની વિચારધારાને સમજીને મતદાન કર્યા પછી નેતાની વિચારધારા બદલાઈ જાય એટલે પાર્ટી બદલી નાખે. તેવું જ હાલ અમરેલી ભાજપમાં બન્યું છે.

ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે અમરેલી (Amreli) ભાજપના લીલીયા (Liliya)ના સરપંચ એસોસિએશન પ્રમુખ સહિત અન્ય કાર્યકર્તાઓ વિપક્ષ નેતા પરેશ ધાનાણી (Paresh Dhanani) અને પ્રતાપ દુધાત (Pratap Dudhat)ની હાજરીમાં ભાજપનો કેસરીયો છોડીને કોંગ્રેસનો ખેસ ગ્રહણ કર્યો છે.  દકુ ભુટાણી અને મેહુલ ગજેરાએ કોગ્રેસનો ખેસ પહેરીને પક્ષ પલટો કર્યો છે. તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલાનો આ પલટો ભાજપને ભારે પડી શકે છે.

વિધાનસભા સત્ર દરમિયાન જ કોંગ્રેસે ભાજપમાં ભંગાણ સર્જીને સૌને આશ્ચર્યમાં નાંખી દીધા છે. જેની આગામી સમયમાં અમરેલી ભાજપે મોટી કિંમત ચૂકવવી પડી શકે છે. 

2017ની વિધાનસભા ચૂંટણીમાં અમરેલી લોકસભાન અંતર્ગત આવતી તમામ બેઠક પર પંજો પડયો હતો,પણ 2019 લોકસભામાં કમળ ખીલ્યું હતું. માર્ચ,2020માં યોજાયેલી રાજ્યસભા ચૂંટણી પહેલાં ભાજપે તેની આદત મુજબ ખેલ પાડીને ધારી બેઠકનાં ધારાસભ્યને તેમનાં પક્ષમાં ભેળવી દીધા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch