Sat,20 April 2024,7:44 pm
Print
header

આપનો ભવ્ય વિજય, ભાજપનું ઘમંડ ચૂરચૂર થયું છંતા રૂપાણી કહે છે હવે આપને એક પણ બેઠક નહીં મળે !

સુરતઃ મહાનગરપાલિકામાં વિપક્ષનું સ્થાન મેળવીને આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી કરી છે. ભાજપને પણ વિશ્વાસ ન હતો કે કોંગ્રેસને પછાડીને આમ આદમી પાર્ટી સુરતમાં 27 બેઠકો પર આવશે સુરત ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલનું હોમ ટાઉન છે અને ત્યાં જ આમ આદમી પાર્ટીએ 27 બેઠકો હાંસલ કરીને  સારી શરૂઆત કરી છે. સુરતમાં આપની એન્ટ્રીથી ભાજપના પેટમાં તેલ રેડાયું છે. સી.આર. પાટીલ પર આપની એન્ટ્રીથી પીડા થયાનું નિવેદન જાહેર સ્ટેજ પરથી આપી ચૂક્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપની એન્ટ્રીને લઇને નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી આવી છે. તેને કોંગ્રેસના ગઢમાં જ ગાબડા પાડ્યાં છે.પરંતુ  હવે ગુજરાતમાં એક પણ સીટ પર આમ આદમી પાર્ટી આવશે નહીં.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે સુરતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસના જે ગઈ વખતે કોર્પોરેટર ચૂંટાયા હતા તે વિસ્તારમાં આ વખતે કોંગ્રેસના બદલે આમ આદમી પાર્ટી ચૂંટાઈ છે. કોંગ્રેસ માટે મોટો પડકાર આમ આદમી પાર્ટી થઇ છે. સિવાય ગુજરાતમાં ક્યાંય પણ આમ આદમી પાર્ટીને સ્થાન મળ્યું નથી.એટલે કોંગ્રેસના ગઢમાં ગાબડા પાડ્યા છે.ભારતીય જનતા પાર્ટીનો વિજય રથ જે રીતે આગળ વધ્યો છે તેવો જ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં વધશે.

ડીસામાં ધારાસભ્ય શશીકાંત પંડ્યાએ જાહેર સ્ટેજ પરથી આપેલા આંખ ચીરી નાંખવાના નિવેદનને લઇને મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ જરા પણ યોગ્ય નથી. ઉલટાનું મેં ગઈકાલે કહ્યું છે અને આજે પણ દોહરાવું છું. જનતાએ વધારે પ્રેમ આપ્યો છે એટલે આપણે વધારે વિનમ્ર થવું જોઈએ જનતાએ સર્વોપરી છે. ભાજપના કાર્યકર્તા આ વિજયને વિનમ્રતાથી પચાવે તેવી વિનંતી.પંડ્યાએ કહ્યું હતુ કે આપણી ભાજપ સરકાર છે જેથી આપણે કંઇ પણ કરી શકીએ છીએ.

છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં જીત મળ્યાં પછી તાલુકા પંચાયતો અને જિલ્લા પંચાયતોમાં ભવ્ય જીત મળશે તેવો આશાવાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ભાજપનો ભવ્ય વિજય થાય તે બાબતે ખૂબ પ્રયત્નો ચાલી રહ્યા છે. 26મી તારીખે સાંજ સુધી પ્રચારની પરાકાષ્ઠા સર્જવામાં આવશે. કોર્પોરેશનમાં જેવા પરિણામો આવ્યાં છે તેવા જ પરિણામ જિલ્લા પંચાયતો, તાલુકા પંચાયતો અને નગરપાલિકામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch