Fri,26 April 2024,4:38 am
Print
header

બિહાર: વૈશાલીમાં રસ્તાની બાજુમાં પૂજા કરી રહેલા લોકોને ટ્રકે કચડ્યાં, 8 લોકોનાં મોત- Gujarat Post News

પટનાઃ બિહારના વૈશાલીમાં રવિવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં માર્ગ અકસ્માતમાં 8 લોકોના મોત થઇ ગયા છે. સુલતાનપુર ગામ નજીક સ્પીડમાં આવતી ટ્રક બેકાબૂ થઈને એક ધાર્મિક કાર્યક્રમમાં ઘૂસી જતા 8 લોકોનાં મોત નીપજ્યાં હતાં. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન નીતીશ કુમારે શોક વ્યક્ત કર્યો છે.

રાજધાની પટનાથી લગભગ 30 કિમી દૂર વૈશાલી જિલ્લામાં રાત્રે 9 વાગ્યાની આસપાસ આ અકસ્માત થયો હતો, જ્યારે લોકો રસ્તાની બાજુમાં એક 'પીપળા' ના ઝાડની સામે એક સ્થાનિક દેવતા 'ભૂમિયા બાબા'ની પૂજા માટે એકઠા થયા હતા. જેમણે પોતાના સ્વજનોને ગુમાવ્યા છે તે પરિવારોમાં શોક વ્યાપી ગયો છે.પોલીસ ઘટનાસ્થળ પર આવીને બચાવ કામગીરી હાથ ધરી હતી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને નિયંત્રણમાં રાખવા નજીકના પોલીસ સ્ટેશનોના પોલીસકર્મીઓને બોલાવવામાં આવ્યાં હતા.

વડાપ્રધાન કાર્યાલયે ટ્વિટ કરીને લખ્યું, "બિહારના વૈશાલીમાં થયેલો અકસ્માત દુઃખદ છે. શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે સંવેદના. ભગવાન ઘાયલોને ઝડપથી  સાજા કરે. મૃતકોના દરેક પરિવારને પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત કોષ (પીએમએનઆરએફ)માંથી બે-બે લાખ રૂપિયાની મદદ કરાશે. દરેક ઈજાગ્રસ્તને 50,000 રૂપિયા આપવામાં આવશે.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ટ્વીટ કરીને લખ્યું, "બિહારના વૈશાલીમાં એક માર્ગ અકસ્માતમાં બાળકો સહિત અનેક લોકોના મોતના સમાચાર અત્યંત પીડાદાયક છે. હું આ અકસ્માતમાં પોતાના પ્રિયજનોને ગુમાવનારા પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરું છું. ઇજાગ્રસ્તોને ઝડપથી સાજા થવાની કામના કરું છું."

વૈશાલી જિલ્લાના દેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકની અડફેટે આવી જતાં લોકોના મોતથી મુખ્યમંત્રી નીતિશકુમાર દુઃખી છે. તેમણે આ ઘટનાને દુઃખદ ગણાવતાં મૃતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીએ તમામ ઈજાગ્રસ્તોની યોગ્ય સારવારના નિર્દેશ પણ આપ્યાં છે તેઓ ઝડપથી સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch