Wed,15 July 2026,12:49 am
Print
header

ગુજરાત શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય: 6 નવી DEO કચેરીઓના ઇન્ચાર્જ અધિકારીઓની જાહેરાત

  • Published By
  • 2026-07-04 16:57:58
  • /

(file photo)

ગાંધીનગરઃ ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા જિલ્લાઓમાં વહીવટી ભારણ ઘટાડવા અને પેન્ડિંગ ફાઇલોનો ઝડપથી નિકાલ કરવા માટે 6 નવી જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓ શરૂ કરવામાં આવી છે. આ નવી કચેરીઓમાં ઇન્ચાર્જ DEO તરીકે વધારાનો ચાર્જ સોંપવાના હુકમ શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યાં છે.

આ નિર્ણયથી પેન્ડિંગ ફાઇલોનો ફટાફટ નિકાલ શક્ય બનશે. અન્ય મુખ્ય ડીઈઓ ઓફિસો પરથી વહીવટી કામનું ભારણ હળવું થશે. મોટા જિલ્લાઓનું ગ્રામ્ય અને વિસ્તારવાર વિભાજન થવાથી વહીવટી પ્રક્રિયા વધુ સુદ્રઢ બનશે.

અમદાવાદ પૂર્વની નવી DEO કચેરીનો વધારાનો હવાલો અમદાવાદ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી રોહિત ચૌધરીને સોંપવામાં આવ્યો છે. ગાંધીનગર ગ્રામ્યની નવી DEO કચેરીનો વધારાનો હવાલો ગાંધીનગર શહેરના જિલ્લા શિક્ષણાધિકારી ભગવાન પ્રજાપતિને સોંપવામાં આવ્યો છે. વડોદરા ગ્રામ્યની નવી DEO કચેરીનો વધારાનો ચાર્જ વડોદરા શહેરના જિલ્લા શિક્ષણાધિકારી મુકેશકુમાર પાંડેને સોંપવામાં આવ્યો છે.

સુરત ગ્રામ્યની નવી DEO કચેરીનો વધારાનો ચાર્જ સુરત શહેરના જિલ્લા શિક્ષણાધિકારી ભગીરથસિંહ પરમારને સોંપવામાં આવ્યો છે. કચ્છ અંજાર (પૂર્વ)ની નવી DEO કચેરીનો વધારાનો ચાર્જ કચ્છ જિલ્લાના શિક્ષણાધિકારી સંજય પરમારને સોંપવામાં આવ્યો છે. રાજકોટ ગ્રામ્યની નવી DEO કચેરીનો વધારાનો ચાર્જ રાજકોટ શહેરના જિલ્લા શિક્ષણાધિકારી દીક્ષિત પટેલને સોંપવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે ગત ડિસેમ્બર મહિનામાં શિક્ષણ વિભાગ દ્વારા આ 6 નવી DEO કચેરીઓ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જે અંતર્ગત અમદાવાદને પૂર્વ-પશ્ચિમ, જ્યારે ગાંધીનગર, વડોદરા, રાજકોટ અને સુરતને શહેર તેમજ ગ્રામ્ય એમ બે ભાગમાં વહેંચવામાં આવ્યા છે. ઉપરાંત, કચ્છ જિલ્લાને અંજાર (પૂર્વ) અને ભૂજ (પશ્ચિમ) એમ બે કચેરીઓમાં વિભાજીત કરવામાં આવ્યું છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch