Fri,19 April 2024,11:34 am
Print
header

ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી મહત્વની જાહેરાત, જાણો સાતમાં પગાર પંચને લઇને શું લીધો નિર્ણય ?

ગાંધીનગર: વિધાનસભા ગૃહ ખાતે ચાલી રહેલા અંદાજપત્ર સત્ર દરમિયાન શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શૈક્ષણિક ક્ષેત્રે મહત્વની જાહેરાત કરતા કહ્યું કે, રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી-બિનસરકારી અનુદાનિત કોલેજોના પ્રાધ્યાપકોને કેન્દ્રીય સાતમા પગાર પંચનું એરિયસ ચૂકવાશે.

રાજ્યની યુનિવર્સિટીઓ અને યુનિવર્સિટી સંલગ્ન સરકારી-બિન સરકારી અનુદાનિત કોલેજોના પ્રાધ્યાપકોને યુજીસીની ભલામણ મુજબ કેન્દ્રીય સાતમાં પગાર પંચના પગાર સુધારણાનો લાભ આપવામાં આવશે. શૈક્ષણિક હિતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા હકારાત્મક અભિગમ સાથે આ લાભ શિક્ષણ વિભાગના તા. 1/ 2/ 2019 ના ઠરાવ મુજબ તા. 1/ 1/ 2016 થી આપવામાં આવશે. મળવાપાત્ર કુલ એરિયર્સની 50 ટકા રકમ પ્રથમ હપ્તા પેટે ચૂકવવામાં આવશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch