Sat,20 April 2024,6:24 pm
Print
header

ભૂજના સાંસદના ભાણેજની લાશ મળતા સનસની, છાતીના ભાગે વાગેલી છે ગોળી

કચ્છઃ ભાજપના સાંસદ વિનોદ ચાવડાના ભાણેજની નખત્રાણામાં કોટડા પાસેથી લાશ મળી આવી છે, તેની છાતીએ ગોળી વાગેલી છે, પ્રાથમિક તપાસમાં તેને આત્મહત્યા કર્યાનું લાગી રહ્યું છે. સાંસદનો ભાણેજ થોડા દિવસ પહેલા જ અમેરિકાથી મેડિકલનો અભ્યાસ પુરો કરીને કચ્છ પાછો આવ્યો હતો. હવે તેની એક હોન્ડા કારમાંથી લાશ મળી આવતા સનસની મચી ગઇ છે.

23 વર્ષીય અક્ષય લોચાની લાશ પાસેથી પોલીસને એક રિવોલ્વર મળી આવી છે. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો અહીં પહોંચી ગયો હતો, લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલીને કેસની તપાસ શરૂ કરી દીધી છે, એક સાસંદના ભાણેજની હત્યાને લઇને પોલીસ સક્રિય થઇ ગઇ છે. પ્રાથમિક તપાસમાં આત્મહત્યા હોવાનું લાગી રહ્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch