Tue,23 April 2024,9:23 pm
Print
header

ભોપાલના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને ઉર્દૂમાં મળેલા પત્રમાં ધમકી, મોદી-શાહ-ડોભાલનું પણ નામ

મધ્યપ્રદેશઃ ભાજપના ભોપાલના સાંસદ અને માંલેગાંવ બ્લાસ્ટમાં જેમની સામે તપાસ થઇ તેવા સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને જાનથી મારી નાખવાની ધમકી મળી છે, તેમના નિવાસસ્થાને ઉર્દૂભાષામાં એક પત્ર મળ્યો હતો, જેમાં પાઉડર પણ હતો, જેની ફોરેન્સિક તપાસ થઇ રહી છે.પત્રમાં પ્રજ્ઞા ઠાકુર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી,ગૃહમંત્રી અમિત શાહ અને સુરક્ષા સલાહકાર અજીત ડોભાલના ફોટો હતા અને તેના પર ક્રોસ કરીને ધમકીની ભાષા વાપરવામાં આવી હતી.

સુરક્ષા એજન્સીઓએ સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને મળેલા પત્રની તપાસ હાથ ધરી છે, પોલીસે પણ સાધ્વીની સુરક્ષામાં વધારો કર્યો છે, બીજી તરફ પ્રજ્ઞા ઠાકુરે કહ્યું છે કે હું આવી ધમકીઓથી ડરવાની નથી, હાલમાં નાગરિકતા કાયદો અને જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવવા મામલે આતંકીઓ ભાજપના નેતાઓની હત્યાનું ષડયંત્ર કરી રહ્યાં છે અને આ માહિતી થોડા સમય પણ ગુપ્તચર એજન્સીઓને મળી હતી.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch