Tue,23 April 2024,7:05 pm
Print
header

24 વર્ષીય પીડિતા હાથ જોડતી રહી, તું રેપ કરી લે, હું બૂમો નહીં પાડું, કોઈને ફોન પણ નહીં કરું, મને જીવવા દે....

પ્રતિકાત્મક ફોટો

ભોપાલઃ કોલાર વિસ્તારમાં રહેતી 24 વર્ષની યુવતી સાથે જે.કે હોસ્પિટલ પાસે દુષ્કર્મની ઘટના ઘટી છે. પીડિતાએ વિરોધ કર્યો તો આરોપીએ તેના માથા પર પથ્થર મારી દીધો હતો. પીડિતાને ધક્કો વાગતા તે પડી ગઈ અને તેની કરોડરજ્જૂ પર ગંભીર ઈજાઓ આવી છે. આ યુવતીનું એમ્સ હોસ્પિટલમાં ઓપરેશન કરવામાં આવ્યું છે અને તેને 42 ટાકાં આવ્યાં છે. 

પીડિતાએ જણાવ્યું કે હું 16 જાન્યુઆરીની સાંજે 7.30 વાગે રોજની જેમ ચાલવા માટે નીકળી હતી. જે.કે હોસ્પિટલ તરફથી દાનિશકુંજ ચાર રસ્તા તરફ જઈ રહી હતી. ત્યા હોસ્પિટલથી આગળ નર્સરી પાસે સામેથી એક યુવક આવતો દેખાયો હતો. નજીક આવતા તેણે મને જોરથી ધક્કો માર્યો. હું રસ્તાના કિનારે આવેલા ઉંડા ખાડામાં પડી ગઈ. તેને મને ઝાડીઓમાં ધક્કો મારી દીધો અને મારા શરીરને ચૂંથવા લાગ્યો અને બચકાં ભરવા લાગ્યો.તે દુષ્કર્મનો પ્રયત્ન કરી રહ્યો હતો. હું હાથ પગ હલાવીને બચવાનો પ્રયત્ન કરી રહી હતી પરંતુ તે મને મારી રહ્યો હતો.

મેં બૂમો પાડી તો તેણે પથ્થર લઈને મારા માથામાં ઘણી વખત માર્યો. એક મીનિટ માટે મને એવું લાગ્યું કે તે મને જીવતી નહીં છોડે. તેથી જીવ બચાવવા હું તેને કરગરી- તું રેપ કરી લે, હું ચીસો નહીં પાડું, કોઈને ફોન પણ નહીં કરું, પરંતુ મને પથ્થરથી મારીશ નહીં. તેણે પથ્થર મારવાનું બંધ કર્યું. તેણે મારી સાથે રેપ કર્યો. હું હેલ્પ-હેલ્પની બુમો પાડતી હતી. મારો અવાજ ત્યાંથી પસાર થતાં એક યુવક-યુવતી સુધી પહોંચી ગયો. બંને ઝાડીઓમાં આવ્યાં અને આરોપી તેમને જોઈને મને છોડીને ભાગી ગયો હતો.

પીડિતાએ કહ્યું કે, મને બેભાન થતાં પહેલા એટલું યાદ છે કે, તે બંનેએ ફોન કરીને કાર બોલાવી અને મને કારમાં એઇમ્સમાં લઇ ગયા હતા. મારી કરોડરજ્જૂ ટૂટી ગઈ છે, માથામાં ઘણી ઈજાઓ થઈ છે અને ટાંકા આવ્યાં છે. કમરની નીચેનો ડાબી બાજુનો હિસ્સો પેરલાઈઝ થઈ ગયો છે. આગામી છ મહિના સુધી દરેક સેકન્ડ મારે પથારીમાં રહેવું પડશે. કોલાર પોલીસ 17 જાન્યુઆરી એ એમ્સ પહોંચી હતી. તેમણે દાનિશકુંજ ચાર રસ્તા પર આવેલા સીસીટીવી કેમેરાનું રેકોર્ડિંગ જપ્ત કર્યું હતુ, તેમાં આરોપી  પીડિતાને ધક્કો મારતો દેખાઈ રહ્યો છે.

પોલીસ ત્રણ દિવસ સુધી એવું જ કહેતી રહી કે, આરોપી કોઈ પરિચીત જ હશે. પરંતુ 20 દિવસ પછી તેમણે અચાનક જણાવ્યું કે, મહાબલી નગરના એક યુવકે આરોપ સ્વીકારી લીધો છે. તેની ધરપકડ કરી લેવામાં આવી છે.પરંતુ પોલીસ આરોપીને પીડિતા સામે લઈને આવી નથી. પીડિતાએ આરોપીના અવાજનો ઓડિયો પણ માંગ્યો છે, જેથી તે તેને ઓળખી શકે. આ જીવલેણ હુમલો પણ હતો જો કે પોલીસ પર બેદરકારીના આરોપ લાગ્યાં છે. આ કેસમાં મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણે પણ તપાસ માટે પોલીસને આદેશ આપ્યાં છે. અહીંના સામાજિક સંગઠનો પણ ન્યાયની માંગ કરી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch