Fri,19 April 2024,8:31 pm
Print
header

હે ભગવાન.. એન્જિનિયર પિતાએ કટરથી બે બાળકોનાં ગળાં કાપી નાખ્યાં, પછી પત્ની સાથે મળીને પોતે ઝેર પી લીધું

સ્યૂસાઇડ નોટમાં વ્યક્ત કરી પિતાએ પોતાની આર્થિક વેદના

મધ્ય પ્રદેશઃ ભોપાલના મિસરોદ વિસ્તારમાં આત્મહત્યા અને હત્યાની ઘટના સામે આવી છે. સિવિલ એન્જિનિયરે ટાઈલ્સ કટરથી પોતાના બાળકોના ગળાં કાપીને હત્યા કરી નાખી, પછી પોતે અને પત્નીએ ઝેર પીને આત્મહત્યા કરી લીધી, આ ઘટનામાં એન્જિનિયર પિતા અને તેમના પુત્રનું મોત થયું છે. પત્ની અને પુત્રીની હાલત ગંભીર છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટના પાછળનું કારણ આર્થિક તંગી હોવાનું જાણવા મળ્યું છે. મિસરોદ પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી. 

એન્જિનિયર રવિ ઠાકરે( ઉ.વ 55) પરિવાર સાથે મલ્ટી સહારા એસ્ટેટમાં રહેતા હતા. રવિ ગોવિંદપુરામાં નજીકની કંપનીમાં સિવિલ એન્જિનિયરનું કામ કરતા હતા. લોકડાઉનમાં નોકરી છૂટી ગઈ હતી. રંજના (ઉ.વ 50) બ્યુટી પાર્લર ચલાવતી હતી, પરંતુ તેમનું પણ કામ બંધ થઈ ગયું હતું.આ કારણે 8 મહિનાથી તેઓ ડિપ્રેશનમાં હતા. પુત્રી ગુંજન ઠાકરે(ઉ.વ 14), પુત્ર ચિરાગ ઠાકરે (ઉ.વ 16) બન્ને ભણી રહ્યાં હતા. માહિતી અનુસાર સવારે 7 વાગ્યે ઝેર ખાધા પછી રંજના પડોશી અજય અરોરાના ઘરે પહોંચી. અજયને તેમણે પૂરી વાત કરી હતી, અજયે આ સાંભળ્યા પછી તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. પોલીસે દરવાજો ખોલીને જોયું તો રૂમમાં રવિ અને રંજના બેભાન પડ્યા હતા, મોઢામાંથી ફીણ નીકળતું હતું. ચિરાગ અને ગુંજન લોહીલુહાણ હાલતમાં પડ્યા હતા. પોલીસે ચારેયને તાત્કાલિક હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં ડોક્ટરોએ રવિ અને ચિરાગને મૃત જાહેર કરીને ગુંજન અને રંજનાની સ્થિતિ ગંભીર હોવાનું જણાવ્યું હતું. ઘટના સ્થળે લોહીલુહાણ સ્થિતિમાં ટાઈલ્સ કટર મળી આવ્યું છે. 

લખ્યું છે પોલીસ અધિકારી મહોદય,
હું રવિ ઠાકરે, રંજના ઠાકરે, પોતાના પુત્ર ચિરાગ ઠાકરે અને પુત્રી ગુંજન ઠાકરે સાથે માનસિક કષ્ટો સાથે ઘણા સમયથી જીવન નિર્વાહ કરી રહ્યાં હતા, પરંતુ હવે અમે આર્થિક તંગી સાથે જીવવા અસમર્થન છીએ. અમારી પાસે કોઈ નોકરી નથી અને કોઈ પ્રોપર્ટી પણ બચી નથી. બાળકોને અન્ય કોઈ સગવડ આપી શકતા નથી. અમારી જેમ તેમનું પણ ભવિષ્ય અંધારામાં છે. મારી પત્ની માનસિક રૂપે બિમાર છે, તેનુ દિમાગ કામ કરવાનું બંધ થઈ ગયું છે. મારા ઘરડા સાસુ-સસરાએ અમારા માટે ઘણુ કર્યું છે. અમારુ એક મકાન સ્ટેટ બેન્ક પાસે ગિરવી છે, અમે તેમા હપ્તા ભરવા હવે અસમર્થ છીએ. 17 લાખ રૂપિયા લોન પર લીધા હતા જેમા અમે 3 લાખ રૂપિયા, 8 વર્ષના હપ્તા જમા કરાવી ચૂક્યા છે, પરંતુ હજુ પણ મકાન નથી મળ્યું. આશરે 10 લાખ લોન બાકી છે. આવી સ્યૂસાઇડ મળી આવી છે.હાલ પોલીસ આ બાબતે તપાસ હાથ ધરી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch