Fri,19 April 2024,8:08 pm
Print
header

ભારત સાથે ગદ્દારી, PFI ના સભ્યો પાકિસ્તાનના સંપર્કમાં હતા, મોબાઇલમાં મળ્યાં પાકિસ્તાની નંબરો- Gujarat Post

મધ્ય પ્રદેશઃ પોલીસે અને અન્ય સુરક્ષા એજન્સીઓ પીએફઆઈ પર કડક કાર્યવાહી શરૂ કરી દીધી છે. પીએફઆઈનું પાકિસ્તાન કનેક્શન પણ મળી આવ્યું છે. પકડાયેલા આરોપીઓના મોબાઈલમાંથી 50થી વધુ પાકિસ્તાની નંબરો મળી આવ્યાં છે. આરોપીઓ ઘણી વખત પાકિસ્તાન પણ જઈ ચૂક્યાં છે. પોલીસ હવે ટેરર ફંડિંગના પુરાવા એકત્ર કરી રહી છે.

પીએફઆઈના અબ્દુલ કરીમ (પ્રદેશ પ્રમુખ), મોહમ્મદ જાવેદ (રાજ્યના ખજાનચી), જમીલ શેખ (રાજ્ય સચિવ) અને અબ્દુલ ખાલિદ (જનરલ સેક્રેટરી)ની ધરપકડ કરવામાં આવી છે. એટીએસ દ્વારા તમામ આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. કોર્ટે આરોપીઓને 30 સપ્ટેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યાં છે. આરોપીઓના મોબાઈલ, લેપટોપ અને અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણોની તપાસ કરવામાં આવી તો તેમના પાકિસ્તાન કનેક્શન બહાર આવ્યાં છે

મોબાઇલે ખોલ્યું રહસ્ય

આરોપી અબ્દુલ ખાલિદના મોબાઈલ ફોનમાં ઘણા રહસ્યો ખુલ્યાં છે. ખાલિદના મોબાઇલમાં 50થી વધુ પાકિસ્તાની મોબાઇલ નંબર મળી આવ્યાં છે. તેનો ભાઈ મોહમ્મદ મહમૂદ પણ છ વખત પાકિસ્તાન ગયો હતો. તપાસ એજન્સી મોહમ્મદ મહેમૂદને શોધી રહી છે.

ભોપાલમાં એસડીપીઆઈની ઓફિસમાં દરોડા

મધ્ય પ્રદેશ એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ (એટીએસ)એ 8 જિલ્લાઓમાં 21 શંકાસ્પદોની  અટકાયત કરી છે. ભોપાલના શાહજહાનાબાદ વિસ્તારમાં એસડીપીઆઈની ઓફિસ પર દરોડા પાડ્યા બાદ એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.ભોપાલમાં જ પીએફઆઈની એસડીપીઆઈ ઓફિસમાં જેહાદી બેઠકો યોજાતી હતી.તેમણે કહ્યું કે આ ઓફિસમાંથી પીએફઆઈના એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ઓફિસ બે મહિના પહેલા ખુલી હતી.ઓફિસમાં 20 જેટલા લોકો આવતા જતા હતા.અહીં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યાં હતા. આ રાજકીય પક્ષનું કાર્યાલય હોવાની ચર્ચાઓ હતી. જો કે અહીં દેશ વિરોધી કામો થઇ રહ્યાં હતા.

એટીએસે મધ્યપ્રદેશના 8 જિલ્લામાંઓથી 21 લોકોની અટકાયત કરાઇ છે.ઈન્દોર, ઉજ્જૈન અને નીમચથી 4, રાજગઢથી 3, શાજાપુર અને શ્યોપુરથી 2 અને ગુના અને ભોપાલથી 1ની અટકાયત કરવામાં આવી છે. રાજગઢ જિલ્લાના તલેન વિસ્તારમાં આવેલા શીખા તુર્કીપુરામાં એટીએસે દરોડા પાડ્યા હતા. અહીંથી એટીએસ દ્વારા સહજાદ બેગ, અબ્દુલ રહેમાન અને હાફિઝની અટકાયત કરી હતી. આ લોકોની પૂછપરછમાં દેશ વિરોધી ષડયંત્રોની માહિતી મળી રહી છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch