Tue,23 April 2024,11:01 pm
Print
header

ભાવનગરના સિહોરનો યુવક KBCના ફાસ્ટેટ ફિંગર રાઉન્ડમાં પહોંચ્યો

સિહોરઃ બોલિવૂડના શહેનશાહ દ્વારા હોસ્ટ કરવામાં આવતો શો કૌન બનેગા કરોપતિ ની 13મી સીઝન ટૂંક સમયમાં શરૂ થઈ રહી છે. આ માટે હાલ સ્પેર્ધકોની પસંદગી કરવામાં આવી રહી છે. ભાવનગરના સિહોરના યુવાન અમિત જાદવને કૌન બનેગા કરોડપતિ સુધી પહોંચવામાં સફળતા મળી છે. સિહોરના સ્નાતકની ડિગ્રી મેળવેલા અમિત જાદવની કૌન બનેગા કરોડપતિમાં જવાની વર્ષોથી એક ઇચ્છા હતી.આખરે બિગ બી સાથે તેઓની મુલાકાત શકય બની.

અમિત જાદવને ઉત્તરપ્રદેશના લખનઉ ખાતે બોલાવવામાં આવ્યા હતા. 1200માંથી ફાઇનલ રાઉન્ડ માટે 150 લોકોની પસંદગી કરવામાં આવી હતી, આ 150 લોકો પોતાનું નસીબ અજમાવ્યું હતું. અમિત પણ પોતાના પરિવાર સાથે મુંબઇ ગયા હતા. જયાં તેઓ ફાસ્ટેસ્ટ ફિંગર રાઉન્ડની હોટ સીટ પર બિરાજમાન થયા હતા, કમનસીબે તેઓ ફાઇનલ હોટ સીટ પર બિરાજમાન ન થઇ શકયા.

આ વર્ષે દેશમાંથી 1.60 કરોડ લોકોએ કૌન બનેગા કરોડપતિ માટે રજિસ્ટ્રેશન કર્યુ હતું. જેમાંથી રેન્ડમલી 30 લાખ લોકોની પસંદગી કરવામાં આવી હતી. તેમાંથી 30 હજાર લોકોની પસંદગી કરવામાં આવી હતી, ત્યારબાદ 10 સેકન્ડમાં ત્રણ સવાલના ઓનલાઇન જવાબ આપવાના હોય છે તેમાંથી 3 હજાર લોકોની પસંદગી કરવામાં આવી હતી, ઓનલાઇન 20 પ્રશ્નની એક લાઇનના પ્રશ્ન માટે 1200 લોકોને રૂબરૂ બોલાવવામાં આવ્યાં હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch