ભાવનગરઃ ઘોઘા તાલુકાના વાળુકડ ગામે 28 માર્ચે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, સીદસર નજીક આવેલા ગામમાં 29 વર્ષીય યુવાન રવિભાઈ અનિલભાઈ ક્લોતરાની અજાણ્યા શખ્સોએ છરીના ઘા ઝીંકી હત્યા કરી નાખતા સમગ્ર પંથકમાં ભારે અરેરાટી ફેલાઇ છે.
રવિભાઈ જ્યારે કોઇ જગ્યાએ જઇ રહ્યાં હતા ત્યારે અચાનક ત્રણ લોકોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ યુવાનના પેટના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા માર્યા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત રવિભાઇને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતા, પરંતુ સારવાર મળે તે પહેલા જ તેમનું મોત નીપજ્યું હતું.
આ સમગ્ર હત્યાકાંડ ત્યાંથી પસાર થઈ રહેલા કાર ચાલકના મોબાઈલમાં કેદ કર્યો હતો. એક સ્થાનિક વ્યક્તિએ હુમલાખોરોને રોકવાનો અને યુવકને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હત્યારાઓ બેફામ બન્યાં હતા.
કૃત્યને અંજામ આપ્યાં બાદ ત્રણેય હુમલાખોરો મોપેડ પર સવાર થઈ ફરાર થઈ ગયા હતા. બનાવની ગંભીરતાને જોતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અહીં પહોંચી ગયા હતા અને આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યાં હતા.
લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે પરિવારના 7 સભ્યોને કચડ્યા, મૃતદેહોને એકત્ર કરવા પાવડાની મદદ લેવી પડી | 2026-04-13 09:12:38
આશા ભોંસલેના નિધનથી સમગ્ર દેશમાં શોકની લહેર, પીએમ મોદી, અમિત શાહ અને ગડકરી સહિતના નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ | 2026-04-12 18:12:09
અમે TRAI માંથી છીએ...,વૃદ્ધ વ્યક્તિને 8 દિવસ સુધી ડિજિટલ ધરપકડમાં રાખ્યાં, રૂ. 1.43 કરોડની છેતરપિંડી કરી | 2026-04-12 17:57:06
પ્રસિદ્ધ ગાયિકા આશા ભોસલેનું 92 વર્ષની વયે નિધન, હાર્ટ એટેક બાદ બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા | 2026-04-12 14:24:11
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ: ભાજપે જનસેવા સંકલ્પ સાથે પ્રચારના શ્રીગણેશ કર્યા, મનપાના ઉમેદવારોએ લીધા શપથ | 2026-04-12 10:09:40
સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણી: AAPના ઉમેદવારે ઉમેદવારી પત્ર જ ફાડી નાખ્યું | 2026-04-12 09:48:40
વડોદરામાં ફોર્મ ભરવા પહોંચેલા મહિલા ઉમેદવારના પતિની હરિયાણા પોલીસે કરી ધરપકડ | 2026-04-11 17:24:13
પશ્ચિમ એશિયામાં ફરી યુદ્ધના એંધાણ ? US- ઈરાન શાંતિ વાર્તાનું કોઇ પરિણામ ન આવ્યું | 2026-04-12 09:58:19
અરાઇયા બાય અઝા દ્વારા લેબ-ગ્રોન ડાયમંડ જ્વેલરી સાથે કોન્શિયસ લક્ઝરીના નવા યુગની શરૂઆત | 2026-04-11 14:18:55
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપની પ્રથમ યાદી, સુરેન્દ્રનગર મનપા- અરવલ્લી જિલ્લાની તાલુકા પંચાયત-પાલિકાના ઉમેદવારો જાહેર | 2026-04-09 17:52:58
બાયડ તાલુકામાં માવઠાએ મચાવી તબાહી, પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો | 2026-04-09 09:27:50
ACB ટ્રેપઃ લખતરમાં નાયબ મામલતદાર અને પટ્ટાવાળો આટલા રૂુપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-04-08 10:37:12