Tue,29 April 2025,1:06 am
Print
header

Acb ટ્રેપઃ ભાવનગરના મહુવામાં એક સાથે 4 લોકો આવી ગયા એસીબીની ઝપેટમાં, જાણો લાંચનો આંકડો

ભાવનગરઃ એસીબીએ એક સાથે 4 લોકો સામે સકંજો કસ્યો છે, 25,000 રૂપિયાની લાંચના કેસમાં અશોક રામભાઇ ડેર, ASI, મહુવા પોલીસ સ્ટેશન, આરીફ નિસારભાઇ જમાણી (પ્રજાજન), યોગેશ વલ્લભભાઇ ગાંધી (પ્રજાજન), ભદ્રસિંહ ભૂપતસિંહ રાઠોડ, હોમગાર્ડ સામે કાર્યવાહી કરી છે.

ફરીયાદી એ HDFC બેંક માંથી મોરગેજ લોન લીધેલ હતી, તે લોન નાં હપ્તા નહીં ભરી શકતાં બેંકમાંથી ફરીયાદી, તેમના પિતા અને કાકા વિરુદ્ધમાં નોટિસ નીકળી હતી. જેની એક કોપી પોલીસ સ્ટેશનમાં પણ ગઇ હતી. જેમાં જો તેઓ તાત્કાલિક બેંકના હપ્તા નહીં ભરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની ચીમકી આપવામાં આવી હતી. જેમાં આરોપીઓએ 50 હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી.

અંતે 25 હજાર રૂપિયા લેવાના નક્કિ થયા હતા અને આ લાંચની રકમ પોલીસ ચોકીની બાજુમાં આશા ફર્નિચરમાં આપવા જણાવ્યું હતુ, આરોપી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને એસીબીનો સંપર્ક કર્યો હતો, જેમાં યોગેશ ગાંધી લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયો હતો અને બાદમાં અન્ય આરોપીઓના નામો ખુલ્યાં હતા. જ્યારે પોલીસકર્મી ફરાર થઇ ગયો છે.

ટ્રેપીંગ ઓફીસરઃ એસ.એન.બારોટ
પો.ઇન્સ. એ.સી.બી, ફિલ્ડ-3 ( ઇન્ટે.)
અમદાવાદ

સુપરવિઝન ઓફીસરઃ એ. વી. પટેલ
મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ 3 ( ઇન્ટે.), અમદાવાદ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch