Sat,20 April 2024,6:45 am
Print
header

વડોદરા બાદ ભરૂચમાંથી ઝડપાયું 513 કિલો એમડી ડ્રગ્સ– Gujarat Post

ભરૂચઃ રાજ્ય(Gujarat)માં અવારનવાર ડ્રગ્સ અને ગાંજા સહિતના કેફી દ્રવ્યોનો જથ્થો ઝડપાતો હોવાની ઘટનાઓ સામે આવી રહી છે. વડોદરા બાદ ભરૂચમાં પણ ડ્રગ્સ પકડાયું છે. ભરુચની પાનોલી GIDCમાં આવેલી ઇન્ફિનિટી રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ નામની કંપનીમાં 13 ઓગસ્ટે મુંબઈ એન્ટી નાર્કોટિક્સ સેલના વર્લી યુનિટે રેડ કરી હતી. આ દરોડામાં એજન્સીએ અંદાજીત 513 કિલો MD ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપ્યો હતો. ભરૂચ SOGએ મંગળવારે ફરીથી રેડ કરીને અંદાજીત 80થી 90 કિલો MD ડ્રગ્સ પકડી પાડતા ચકચાર મચી છે. મુંબઈની ટીમે જપ્ત કરાયેલા ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત રૂ.2,100 કરોડ થાય છે. ટીમે સ્થળ ઉપરથી એક મહિલા સહિત 7 આરોપીની અટકાયત કરી છે. ગુજરાતમાં ડ્રગ્સ પકડાતા રાજ્યમાં મેન્યુફેક્ચરિંગ થાય છે તે નક્કિ છે.

છેલ્લા થોડા મહિનાઓથી ગુજરાતમાં વિવિધ સ્થળેથી મોટા પાયે ડ્રગ્સ ઝડપાઈ રહ્યું છે.ગુજરાતમાં જ ડ્રગ્સના ઉત્પાદનનો જાણે ગૃહઉદ્યોગ ફૂલ્યો-ફાલ્યો છે. ગુજરાતમાં બનતું MD ડ્રગ્સ મુંબઈ અને ગોવા સુધી સપ્લાય થાય છે. એટલું જ નહીં, ગુજરાતમાં પણ યુવા વર્ગમાં ડ્રગ્સના નશાનું દૂષણ સતત વધી રહ્યું છે અને ઘરેલુ ધોરણે બનતા ડ્રગ્સ વિષે રાજ્ય પોલીસ બેખબર છે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch