ભરૂચઃ એસીબીએ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ચાલતા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો છે. પ્રકાશ નાનકરામ પોસનાની ઉ.વ.54, મદદનીશ કમિશનર, ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્મેન્ટ ભરૂચ, વર્ગ-1, હાલ રહે. એલ.એસ.ડી નિર્વાણા ફ્લેટ, શબરી સ્કૂલની સામે, ઝાડેશ્વર, જી.ભરૂચ મુળ રહે. મ.નં.8, રેવા પાર્ક સોસાયટી, કલોલ જી.ગાંધીનગર અને સુરભીબેન D/O મોહનલાલ દેસાઈ ઉ.વ.29 નોકરી, ડ્રગ્સ ઇન્સ્પેક્ટર, મદદનીશ કમિશનર, ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્મેન્ટ ભરૂચ, વર્ગ-2, હાલ રહે. ઘર નં.19, ઉન્નતિ નગર, કલેક્ટર કચેરી સામે, ભરૂચ મુળ રહે. પારડી ગામ, લેન્ડ માર્ક, પ્રજાપતિ હોલની પાસે, પારડીની ધરપકડ કરી છે.
ગુનાનું સ્થળ: મદદનીશ કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભરૂચ
ફરીયાદીએ મદદનીશ કમિશનર, ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભરૂચ, ખાતે દવાના નવા હોલસેલ પરવાના મેળવવા અરજી કરેલી, જે દવાના પરવાના આપવા બાબતે આ કામના ફરીયાદીને મહિલા અધિકારીએ જણાવેલું કે તમારા લાઈસન્સની પ્રક્રિયા થઈ જશે, પરંતુ 40 થી 50 હજાર રૂપિયા સાહેબને આપવા પડશે.
ફરીયાદી આરોપીને લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને નર્મદા એ.સી.બી.પો.સ્ટેશનનો સંપર્ક કરેલો. જે ફરીયાદને આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં આરોપીઓ 40 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઇ ગયા હતા.
ટ્રેપીંગ અધિકારી: ડી.ડી.વસાવા, પોલીસ ઈન્સ્પેક્ટર, નર્મદા એ. સી. બી.પોલીસ સ્ટેશન
સુપરવિઝન અધિકારી: બી.એમ.પટેલ, ઈન્ચા. મદદનીશ નિયામક, એ.સી.બી. વડોદરા એકમ
ઇન્ચાર્જ અધિકારી: બળદેવ દેસાઇ, lPS, નાયબ નિયામક, એ.સી.બી. વડોદરા
મદદનીશ કમિશ્નર, ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ, ભરૂચની કચેરી ખાતે ફરજ બજાવતા (૧) મદદનીશ કમિશ્નર પ્રકાશભાઈ નાનકરામ પોસનાની,(વર્ગ-૦૧) તથા (૨)ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન D/o મોહનલાલ દેસાઈ,(વર્ગ-૨) રૂ.૪૦,૦૦૦/-ની લાંચ લેતા ઝડપાયા.@sanghaviharsh @PIYUSH_270871 @DeepakMeghani pic.twitter.com/zq48ahoMog
— ACB Gujarat (@ACBGujarat) August 18, 2026
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
સુરતમાં હૈયું હચમચાવી દે તેવી ઘટના, ટ્યુશન જવાનો સમય થયો ત્યારે 5 માં ધોરણની વિદ્યાર્થિની ફાંસો ખાધેલી હાલતમાં મળી લાશ | 2026-09-12 17:24:31
સુરતમાં દંપતીને 5 દિવસ ડિજિટલ અરેસ્ટ રાખીને રૂ.13 લાખની ઠગાઈ: મુંબઈનો ગઠિયો દિલ્હીથી ઝડપાયો | 2026-09-10 18:17:10
નવસારીમાં PM મોદીના હસ્તે દેશના પ્રથમ AI આધારિત ભાજપ કાર્યાલય નમો કમલમનું લોકાર્પણ | 2026-09-08 17:58:51
Exclusive: ગુજરાત પોસ્ટ ન્યૂઝે પહેલા જ ઘટસ્ફોટ કર્યો હતો, ગુજરાતની જગ્યાએ કેન્દ્રની એજન્સી DGGI એ પકડી પાડ્યું કરોડો રૂપિયાનું બોગસ બિલિંગ કૌભાંડ | 2026-09-04 12:10:53
સુરતનું રિસર્ચ આધારિત સ્ટાર્ટઅપ નવીનમાર્ટ, ઈ-કોમર્સમાં શ્રેષ્ઠ કામગીરી માટે MY FM એક્સેલન્સ એવોર્ડ 2026 થી સન્માનિત | 2026-09-01 08:33:03