નવી દિલ્હીઃ ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની મુદત વધારવામાં આવી હતી. નડ્ડા જૂન 2024 સુધી આ પદ પર રહેશે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે રાષ્ટ્રીય કાર્યકારિણીમાં રાજનાથસિંહે જે.પી નડ્ડાના નામ માટે પ્રસ્તાવ મુક્યો હતો અને ભાજપના તમામ સભ્યોએ તેનો સ્વીકાર કર્યો હતો.જેપી નડ્ડાનો કાર્યકાળ જૂન 2024 સુધી લંબાવવામાં આવ્યો છે. જનસંઘની સ્થાપનાથી લઈને આજ સુધી ભાજપમાં બૂથથી લઈને રાષ્ટ્રીય અધ્યક્ષ સુધીની ચૂંટણીઓ પક્ષના બંધારણ પ્રમાણે રહી છે.
નડ્ડા ભાજપ અધ્યક્ષ તરીકે સતત બીજી ટર્મ મેળવનાર ત્રીજા નેતા બન્યાં છે. આ પહેલા લાલકૃષ્ણ અડવાણી અને અમિત શાહને એક્સટેન્શન આપવામાં આવ્યું હતું. રાજનાથસિંહ પણ બે વાર પાર્ટીના અધ્યક્ષ બન્યાં હતા. જેપી નડ્ડાને જૂન 2019માં કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યાં હતા. 30 જાન્યુઆરી 2020 ના રોજ તેમને પૂર્ણકાલિન પ્રમુખ બનાવવામાં આવ્યાં હતા. નડ્ડાનો કાર્યકાળ 20 જાન્યુઆરીએ સમાપ્ત થવાનો હતો, તે હવે જૂન 2024 સુધી વધારવામાં આવ્યો છે. લોકસભાની ચૂંટણી જૂન પહેલા યોજાવાની છે.
અમિત શાહે કહ્યું કે નડ્ડાના નેતૃત્વમાં સેવા જ એકમાત્ર સંગઠન છે. તેમના નેતૃત્વમાં ભાજપે બિહાર, મહારાષ્ટ્ર, હરિયાણા, યુપી, ઉત્તરાખંડ, આસામ અને બંગાળની ત્રણ બેઠકો પર મોટી સફળતા મેળવી હતી. નડ્ડાના વખાણ કરતા અમિત શાહે કહ્યું કે, નડ્ડાના નેતૃત્વમાં અમે નોર્થ ઇસ્ટની ચૂંટણીમાં સફળ રહ્યાં. ગોવામાં અમે હેટ્રિક લગાવી હતી. ગુજરાતમાં 53 ટકા વોટ મળ્યાં હતા. મોદીજીની લોકપ્રિયતાને વોટમાં બદલવામાં જે.પી નડ્ડાની પણ ભૂમિકા રહી છે. નડ્ડાએ સરકારની યોજનાઓને લોકો સુધી પહોંચાડવામાં યોગદાન આપ્યું છે. તેમના નેતૃત્વમાં ભાજપે 120 ચૂંટણી લડી છે અને 73 ચૂંટણીમાં સફળતા મેળવી છે.
નડ્ડાની આગેવાનીમાં તિરંગો દરેક ઘર સુધી પહોંચાડવાના અભિયાનમાં કાર્યકર્તાઓએ ઘરે-ઘરે દેશભક્તિ પહોંચાડી હતી. મન કી બાતને બુથ લેવલ સુધી લઇ જવાનું કામ ભાજપ સંગઠને કર્યું હતું. તેમના નેતૃત્વમાં પાર્ટીએ પોતાનો વ્યાપ વધાર્યો અને સફળતામાં વધારો કર્યો. 2024ની લોકસભા ચૂંટણીમાં પાર્ટી પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અને નડ્ડાજીના સંગઠનાત્મક નેતૃત્વમાં લડશે.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
રાજ્યમાં વ્યાજખોરો સામે 847 એફઆઈઆર નોંધાઈ, 27 પાસાના દરખાસ્ત કરવામાં આવી – Gujarat Post | 2023-02-03 11:24:14
MLC ચૂંટણીઃ મહારાષ્ટ્રમાં ભાજપને ફટકો, UPમાં 4 સીટ પર લહેરાયો ભગવો – Gujarat Post | 2023-02-03 11:17:08
દૂધના ભાવમાં તોતિંગ વધારો, અમૂલ દૂધમાં આજથી જ એક લિટરે ત્રણ રૂપિયા ચૂકવવા પડશે | 2023-02-03 09:47:08
ED નો દાવો દિલ્હી સરકારે ગોવાની ચૂંટણીમાં દારૂ કૌભાંડના પૈસા વાપર્યા, અરવિંદ કેજરીવાલે કહ્યું બધા કેસ નકલી છે | 2023-02-02 18:56:05
IND vs AUS: પીએમ નરેન્દ્ર મોદી મેચ જોવા માટે આવશે અમદાવાદ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનને પણ આપ્યું આમંત્રણ | 2023-02-02 18:37:17
બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ તાલુકામાંથી સાઠંબાને અલગ કરવા CM ને લખ્યો પત્ર – Gujarat Post | 2023-02-02 18:10:57
આજનું બજેટ દરેક વર્ગનું સપનું પૂરું કરશે, કરોડો વિશ્વકર્મા આ દેશના બિલ્ડર છેઃ પીએમ મોદી | 2023-02-01 15:09:17
RBI નું અદાણી ગ્રુપ સામે કડક વલણ, બેંકો પાસેથી રોકાણની માંગી વિગતો | 2023-02-02 15:34:48
રોકાણકારોના હિતો સર્વોપરી છે, બાકીનું બધું બાજુમાં, ગૌતમ અદાણીએ FPO પાછો ખેંચ્યા બાદ આપી પ્રતિક્રિયા | 2023-02-02 09:42:27