શ્રીનગરઃ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શ્રીનગરમાં હિમવર્ષા વચ્ચે પોતાની 'ભારત જોડો યાત્રા'ના સમાપન પ્રસંગે રેલી કાઢી હતી. શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમથી શરૂ થયેલી આ રેલીનું નેતૃત્વ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કર્યું હતું. હિમવર્ષા વચ્ચે શ્રીનગરમાં રેલીને સંબોધિત કરતા ગાંધીએ કહ્યું કે, "હું નફરત કરનારાઓને મારા સફેદ શર્ટનો રંગ લાલ બતાવવાની તક આપવા માંગતો હતો. કાશ્મીરના લોકોએ મને ગ્રેનેડ નહીં પણ પ્રેમ આપ્યો છે. અમને ડર્યાં વગર જીવવાનું શીખવ્યું છે.
#WATCH | Srinagar:Congress MP Rahul Gandhi says, "...Four children came to me. They were beggars&had no clothes on...I hugged them...They were cold&shivering. Maybe they didn't have food. I thought that if they're not wearing jackets or sweaters, I too shouldn't wear the same..." pic.twitter.com/Mo81yWMvho
— ANI (@ANI) January 30, 2023
પીએમ મોદી અને અમિત શાહ પર પ્રહાર
રાહુલ ગાંધીએ ભાજપ, આરએસએસ, મોદી અને શાહ પર નિશાન સાધ્યું હતુ, કહ્યું ભાજપ અને આરએસએસના લોકો ડરી ગયા છે. ભાજપના નેતાઓ મારી જેમ કાશ્મીરમાં ચાલી શકે જ નહીં. હું હિંસાને સમજું છું અને મેં હિંસા જોઈ છે.
રાહુલને નાના બાળકો પાસેથી પ્રેરણા મળી
રાહુલ ગાંધીએ કહ્યું કે હું નાના બાળકો પાસેથી ઘણું શીખ્યો છું. એક દિવસ મને ખૂબ જ પીડા થતી હતી. મેં વિચાર્યું કે મારે બીજા 6-7 કલાક ચાલવું પડશે અને તે મુશ્કેલી પડશે. પરંતુ એક છોકરી દોડતી મારી પાસે આવી. તેણે કહ્યું કે તમારા માટે કંઈક લખ્યું છે. તે મને ભેટી પડી અને ભાગી ગઈ. મેં તે વાંચવાનું શરૂ કર્યું. તેણે લખ્યું હતું કે હું તમારા ઘૂંટણમાં દુખાવો જોઈ શકું છું કારણ કે જ્યારે તમે તે પગ પર દબાણ કરો છો, ત્યારે તે તમારા ચહેરા પર દેખાય છે. હું તમારી સાથે ચાલી શકતી નથી, પરંતુ હું હૃદયથી તમારી સાથે ચાલી રહી છું. કારણ કે હું જાણું છું કે તમે ચાલી રહ્યાં છો તે મારા માટે અને મારા ભવિષ્ય માટે છે. ત્યારે જ મારી પીડા અદશ્ય થઈ ગઈ. મારા પાસે ચાર બાળકો આવ્યાં હતા.તેમની પાસે કપડાં પણ ન હતા. હું તેમને ભેટી પડ્યો. તેઓ ઠંડીમાં ધ્રૂજતા હતા. શક્ય છે કે તેમની પાસે ખાવાનું ન હોય. મેં વિચાર્યું કે જો તેઓએ જેકેટ અથવા સ્વેટર ન પહેર્યું હોય, તો મારે પણ પહેરવું જોઈએ નહીં.
શ્રીનગરમાં ભારત જોડો યાત્રા સમાપ્ત
હિમવર્ષા વચ્ચે શ્રીનગરમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા સમાપ્ત થઈ હતી. તેની શરૂઆત 145 દિવસ પહેલા 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી થઈ હતી. સમાપન સમારંભ દરમિયાન શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રેલી યોજાઈ હતી. જેમાં પ્રિયંકા ગાંધી, મહેબૂબા મુફ્તી, ઓમર અબ્દુલ્લા અને મલ્લિકાર્જુન ખડગેએ ભાષણ આપ્યું હતું.
રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો
Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website
પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38