Sat,20 April 2024,12:29 am
Print
header

ભાજપના રાજમાં જ આવું શક્ય છે ! જેમનું ધારાસભ્ય પદ વિવાદીત છે તે ભૂપેન્દ્રસિંહને બેસ્ટ ધારાસભ્યનો એવોર્ડ

ગાંધીનગરઃ રાજકીય પાર્ટીઓ દરેક વખતે જનતાને મુર્ખ ન બનાવી શકે, ચૂંટણીઓમાં ખોટા ખોટા સપના બનાવીને વોટ માંગનારા નેતાઓ મંત્રી બનવા કંઇ પણ કરી શકે છે, પરંતુ કેટલાક જાગૃત લોકો ઘણી વખત સચ્ચાઇ સામે લાવીને જ રહે છે. કહેવાય છે કે આજની રાજનીતિમાં કોઇ ન કરી શકે તે ભાજપ કરી બતાવે છે અને આવું જ કંઇક બન્યું પણ છે, 2017 વિધાનસભાની ચૂંટણીમાં ધોળકાથી 327 મતોથી જીતીને શિક્ષણમંત્રી બનેલા ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાંને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરફથી બેસ્ટ ધારાસભ્યનો એવોર્ડ મળ્યો છે, ચૂડાસમાનું ધારાસભ્ય પદ ખતરામાં છે અને અધિકારીએ મત ગણતરીમાં ગોલમાલ કરી હોવાનો કેસ ઉભો જ છે, હાલમાં ચૂડાસમાનું ધારાસભ્ય પદ જળવાઇ રહેશે કે પછી જશે તે મુદ્દે સુપ્રીમ કોર્ટ નિર્ણય કરશે. પરંતુ અહીં ભાજપે તેમને એવોર્ડ આપી દેતા જનતા પણ સમજી ગઇ છે કે આ બધા ગોરખધંધા ભાજપના રાજમાં જ શક્ય છે. જનતાને મુર્ખ સમજવાનું નેતાઓએ અને ભાજપે છોડી દેવું જોઇએ.

વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી, સીએમ વિજય રૂપાણી અને ના.સીએમ નીતિન પટેલના હસ્તે વર્ષ 2020ના સર્વશ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને એવોર્ડ અપાયો છે. અને 2019ના શ્રેષ્ઠ ધારાસભ્ય તરીકે મોહનસિંહ રાઠવાની પસંદગી કરાઇ છે, જેઓ છોટાઉદેપુરથી કોંગ્રેસના ધારાસભ્ય છે અને 10 વખત ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યાં છે. બંને ધારાસભ્યોને વિધાનસભાની ચાંદીની દોઢ કિલોની કલાકૃતિ એવોર્ડમાં આપવામાં આવી છે.

ગુજરાત હાઇકોર્ટે મતગણતરીમાં ગોલમાલના કેસમાં ધોળકા વિધાનસભાની ચૂંટણીને અયોગ્ય ઠેરવીને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાનું ધારાસભ્ય પદ રદ્ કર્યું હતુ, તેમ છંતા આવા નેતાઓને એવોર્ડ આપીને ભાજપ શું સાબિત કરવા માંગે છે તે સમજાતું નથી, હાલમાં ચૂડાસમાની અરજી પછી આ કેસમાં સુપ્રીમ કોર્ટે સ્ટે આપેલો છે. અમે તમને જણાવી દઇએ કે બેસ્ટ ધારાસભ્યનો એવોર્ડ ધારાસભ્યોની પોતાના વિસ્તારની કામગીરી અને કેટલાક ધારાધોરણોને આધારે આપવામાં આવે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch