Thu,23 September 2021,11:04 am
Print
header

બંગાળમાં પેટા ચૂંટણીની તારીખો થઇ જાહેર, જાણો મમતા બેનર્જી કઇ બેઠક પરથી લડશે ચૂંટણી

કોલકત્તાઃ કેન્દ્રીય ચૂંટણીપંચ દ્વારા પશ્ચિમ બંગાળની ખાલી પડેલી ત્રણ વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણી યોજવા માટે લીલી ઝંડી આપી છે. પશ્ચિમ બંગાળમાં પેટા ચૂંટણીની તારીખોની જાહેરાત કરી દીધી છે. ભવાનીપુર, સમસેરગંજ અને જંગીપુર વિધાનસભા બેઠકોની પેટા ચૂંટણી 30 સપ્ટેમ્બરે યોજાશે, તેની મત ગણતરી 3 ઓક્ટોબરે કરાશે.આ બેઠકો પર આચાર સંહિતા લાગુ થઈ ગઇ છે.

અલગ અલગ રાજ્યોમાં 31 વિધાનસભા બેઠકો અને 2 લોકસભા બેઠકો ખાલી છે. આ તમામ બેઠકો પર પેટા ચૂંટણી બાકી છે. 13 સપ્ટેમ્બર સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. અગાઉની નંદીગ્રામ વિધાનસભા બેઠક પર સીએમ મમતા બેનર્જી ભાજપના શુવેન્દુ અધિકારી સામે હારી ગયા હતા.  જેથી તેઓ ભવાનીપુર બેઠક પરથી હવે પેટા ચૂંટણી લડશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch