Fri,26 April 2024,1:46 am
Print
header

બાયડઃ ચોઈલા પાસે વિદેશી દારુનો જથ્થો ઝડપાયો, ભાજપના પૂર્વ ધારાસભ્યના પુત્રનું નામ આવતા ખળભળાટ

ચોઇલા પાસેના કેટલાક ગામો દારૂના હબ, પોલીસ પણ હપ્તા ઉઘરાવી રહી હોવાના આરોપ 

બાયડઃ ભાજપના વધુ એક નેતા પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે. ગુજરાતમાં દારૂબંધી હોવાની આ નેતાઓ વાતો કરે છે અને તેમના સંતાનો ગોરખધંધા કરે છે. બાયડ તાલુકાના ચોઈલા ગામ પાસે પોલીસે અલગ અલગ બ્રાન્ડની 18 નંગ વિદેશી દારૂની બોટલ ઝડપી પાડી છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય ઉદેસિંહ ઝાલાનો પુત્ર મનુસિંહ ઝાલા દારૂનું વેચાણ કરતો હતો. પોલીસે જીવાક્લાની મુવાડી ગામે રેડ પાડી હતી. જેમાં પૂર્વ ધારાસભ્યનો પુત્ર ફરાર થઇ ગયો છે. પોલીસે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

વિદેશી દારુનો વેપાર કરતો હોવાની મહિલા પીએસઆઇ પરમારને બાતમી મળતા તેમની ટીમ સાથે ચોઇલા ગામની સીમમાં જીવાકલાની મુવાડી જવાના રસ્તા પર મનુસિંહ ઝાલાના ખેતરમાં રેડ પાડી હતી. મનુસિંહ ઝાલાનો મોટોભાઇ વિષ્ણુસિંહ ઝાલા પંચાયતનો નેતા છે. પોલીસે પ્રોહીબીશન એકટ હેઠળ ગુનો નોંધી ફરાર મનુસિંહ ઝાલાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે. નોંધનિય છે કે અગાઉ પણ આ વિસ્તારમાંથી અનેક વખત દારૂ ઝડપાયો છે અને અહીંના કેટલાક ગામોમાં  દેશી દારૂ બનતો હોવાની માહિતી પોલીસ પાસે હોવા છંતા બુટલેગરોને છાવરવામાં આવી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch