Thu,25 April 2024,11:53 am
Print
header

બાયડના ભાજપ ઉમેદવાર ભીખીબેન પરમારની ઘાત ટળી, ડમ્પર રોડની સાઈડ પર પલટ્યું- Gujarat Post

દોલપુર નજીક વળાંકમાં સામેથી આવતા ડમ્પર સાથે અકસ્માત થાય તે પહેલા ડમ્પર ચાલકે સમય સૂચકતા વાપરી

ભીખીબેનની કાર અને ગાડીઓના કાફલાનો આબાદ બચાવ 

બાયડઃ વિધાનસભાની ચૂંટણીનાં ઉમેદવારીપત્રો ભરાઈ ગયા છે. હવે ઉમેદવારો પોતપોતાના મતક્ષેત્રોમાં પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે. અરવલ્લીની હાઈ વોલ્ટેજ બેઠક  બાયડના ભાજપના ઉમેદવાર ભીખીબેન પરમાર તેમના સમર્થકો સાથે ગાડીઓના કાફલા સાથે પ્રચારમાં નીકળ્યાં હતા, તે સમયે દોલપુર નજીક સામેથી આવતા ડમ્પર સાથે તેમના કાફલાનો અકસ્માત થતા થતા બચી ગયો. ડમ્પર ચાલકે સમય સૂચકતા વાપરીને વળાંક લેતા ભીખીબેનની કાર અને ગાડીઓના કાફલાનો બચાવ થયો હતો.  

બાયડ-માલપુર બેઠક પર ભાજપના મહિલા ઉમેદવાર ભીખીબેન પરમાર અને કાર્યકર્તાઓ કારમાં માલપુર વિસ્તારમાં પ્રચાર માટે નીકળ્યાં હતા. દોલપુર નજીક વળાંકમાં ડ્રાઇવરે ડમ્પરને જમણી બાજુએ ઘુમાવતા અકસ્માત ટળતા ભીખીબેન અને તેમના સમર્થકોનો આબાદ બચાવ થયો હતો. ડમ્પર રોડની સાઈડમાં ખાડામાં પલટી મારી જતા ડમ્પર ચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch