Wed,24 April 2024,3:33 am
Print
header

મોટો ઘટસ્ફોટ, PI અજય દેસાઇએ જ પત્ની સ્વીટી પટેલની હત્યા કરીને લાશ સળગાવી દીધી હતી

અમદાવાદ ક્રાઇમ બ્રાંચની તપાસમાં ઘટસ્ફોટ

પતિ અજય દેસાઇએ હત્યા કરી હોવાનો ખુલાસો

પતિ પત્ની વચ્ચે તકરાર થતા ગળુ દબાવીને ઘરમાં જ હત્યા કરી હતી

બીજા દિવસે સાથી પોલીસ અધિકારીની મદદથી લાશને અવાવરૂં મકાનમાં સળગાવી દીધી હતી

વડોદરાઃ જિલ્લા એસઓજી પીઆઈ અજય દેસાઇના પત્ની સ્વીટી પટેલના ગુમ થવાના રહસ્ય પરથી અંતે પડદો ઉંચકાઇ ગયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચને મહત્વની સફળતા મળી છે. પીઆઇ અજય દેસાઇએ જ પત્ની સ્વીટી પટેલનું ગળુ દબાવીને હત્યા કરી હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. પતિ- પત્ની વચ્ચે તકરાર થતા હત્યા કર્યાં બાદ લાશને તેના મિત્રની મદદથી સળગાવી દીધી હતી, બાદમાં તેની પત્ની ગુમ થયાની વાત જાહેર કરી હતી. 

અમદાવાદ ક્રાઇમબ્રાંચે તપાસ હાથમા લીધા બાદ એક પછી એક પુરાવા એકત્ર કરીને આકરી પૂછપરછ કરતા અજય દેસાઇએ ચોંકાવનારી કબુલાત કરી છે લાશને સગેવગે કરવામાં મદદ કરનાર અન્ય એક પોલીસકર્મી સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.

ઘટનાની વિગતો એવી છે કે કરજણમાં 4 જૂનની રાતના સમયે ઘરે સ્વીટી પટેલ અને પતિ અજય દેસાઈ વચ્ચે ભારે તકરાર થઈ હતી. જેથી ગુસ્સામાં આવેલા અજય દેસાઇએ રાતના 12.30 વાગ્યે સ્વીટીનું ઉંઘમાં ગળું દબાવીને હત્યા કરી હતી. સૌથી આઘાતજનક બાબત એ હતી કે જ્યારે અજય દેસાઇએ તેની પત્નીની હત્યા કરી ત્યારે તેનું બાળક બાજુમાં જ સુતુ હતું. બાદમાં બીજા દિવસે સવારે 11 વાગે પોતાની કારમાં લાશમાં મુકીને તેના મિત્ર અને પોલીસ ઇન્સ્પેક્ટર કિરીટસિંહ જાડેજાની મદદ લઇને લાશને અટાલી ગામ પાસે આવેલા અવાવરૂં મકાનમાં સળગાવીને સગેવગે કરી દીધી હતી. બાદમાં તેની પત્ની લાપત્તા થઇ હોવાની થિયરી તૈયાર કરીને તેના સાળાને જાણ કરી હતી. 

જો કે પોલીસને શરૂઆતથી અજય દેસાઇ પર શંકા હતી, પુરાવા પણ તેની વિરુધ્ધના હતા. હવે આરોપી પતિએ ગુનો કબૂલી લીધો છે, હાલમાં ક્રાઇમ બ્રાન્ચ અન્ય આરોપીની શોધખોળ કરી રહી છે અને આ મામલે વધુ મોટા ખુલાસા થવાની શક્યતા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch