Sat,20 April 2024,12:32 pm
Print
header

ભાજપના વધુ એક નેતાનો કાંડ આવ્યો સામે, બારડોલી નગરપાલિકાના કોર્પોરેટરનો અશ્લિલ વીડિયો વાઇરલ

 દક્ષેશ શેઠનો ફાઈલ ફોટો

બારડોલીઃ અગાઉ ભાજપના નેતાઓના વિવાદાસ્પદ વીડિયો સામે આવી ચુક્યાં છે હવે પાર્ટીને વધુ એક લાંછન લાગ્યું છે, બારડોલી નગરપાલિકાના ભાજપના વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર દક્ષેશ શેઠનો એક અશ્લિલ વીડિયો વાઇરલ થયો છે જેમાં તે કોઇ યુવતી સામે નગ્ન દેખાઇ રહ્યાં છે, વીડિયો શહેરમાં ચર્ચાનો વિષય બનતા પાર્ટીએ તેમને સસ્પેન્ડ કરી દીધાના અહેવાલ સામે આવ્યાં છે.

 
દક્ષેશ શેઠના વીડિયો કોલિંગ પર સામેની કોઇ યુવતી સામે નગ્ન અવસ્થામાં છે અને 
1.50 મીનિટના આ વીડિયોમાં અશ્લિલતા દેખાઇ રહી છે. આ વીડિયો હાલનો જ હોવાનું સામે આવ્યું છે. બીજી તરફ એવી પણ શક્યતા છે કે કોઇ લલનાએ તેમને બ્લેકમેઇલ કર્યા હોય અને રૂપિયા ન મળતા વીડિયો કોલનું આ રેકોર્ડિંગ વાઇરલ કરીને દક્ષેશ શેઠને બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ મામલે ભાજપે શેઠને સસ્પેન્ડ કરીને પાર્ટીની આબરૂ બચાવવાનો પ્રયાસ કર્યો છે પરંતુ વીડિયો વાઇરલ થઇ જતા દક્ષેશ શેઠની અને ભાજપની આબરૂના ધજાગરા તો થયા જ છે. નોંધનિય છે કે આ વીડિયો અશ્લિલ હોવાથી તેને પ્રસારિત કરી શકાય તેમ નથી.

 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch