Sat,20 April 2024,5:07 pm
Print
header

બેંક ઓફ બરોડામાં હાઉસિંગ-કાર લોન સસ્તી, બધી જ લોનના દરોમાં 0.75% સુધીનો ઘટાડો

મુંબઇઃ કોરોનાના સંકટ વચ્ચે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રેપોરેટમાં 0.75 ટકાનો ઘટાડો કર્યો છે, નવો રેપો રેટ 5.15થી ઘટાડીન 4.40 ટકા કર્યો છે. જેને પગલે બેંક ઓફ બરોડાએ પણ હાઉસિંગ સહિતની લોનમાં વ્યાજદર ઘટાડ્યાં છે. હાઉસિંગ લોન, કાર લોન, રિટેઇલ લોન, MSME અને પર્સનલ લોનમાં 0.75 ટકા સુધીનો ઘટાડો કરાયો છે. BRLLRમાં 0.75 ટકાનો ઘટાડો કરતા નવો દર 7.25 ટકા રહેશે, જે 28 માર્ચથી લાગુ થઇ ગયો છે.

બેંકની આ જાહેરાત પછી હાઉસિંગ લોન ઉપરાંત ધંધાકીય લોન લેનારા અને જૂના ગ્રાહકો તથા નવા ગ્રાહકોને મોટો ફાયદો થશે. અગાઉ દેશની સૌથી મોટી બેંક એસબીઆઇએ પણ તેના વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હતો. હાઉસિંગ અને કાર લોન સહિતની લોનમાં 0.75 ટકાનો ઘટાડો કરાયો છે, એસબીઆઇ 1 એપ્રિલથી નવા દરો લાગુ કરશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch