Thu,25 April 2024,3:02 pm
Print
header

બાંગ્લાદેશઃ નૂડલ્સની ફેક્ટરીમાં લાગી ભીષણ આગ, 52 લોકોનાં મોત, જીવ બચાવવા લોકો નીચે કૂદી પડ્યાં

ઢાંકાઃ બાંગ્લાદેશના રૂપગંજમાં એક ફેક્ટરીમાં આગ લાગવાથી 52 લોકોનાં મોત થઇ ગયા છે 50 થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે ફાયરબ્રિગેડના અધિકારીઓના જણાવ્યાં પ્રમાણે નારાયણગંજના રૂપગંજમાં શેજાન જૂસ ફેક્ટરીમાં આગ લાગી હતી. રસાયણ અને પ્લાસ્ટિકની બોટલોને કારણે આગ ઝડપથી ફેલાઇ હતી. રાહત-બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. લોકો પોતાનો જીવ બચાવવા ઉપરથી કૂદી પડ્યા હતા. ત્રીજા માળેથી શરૂ થયેલી આગ જોતજોતાંમાં છઠ્ઠા માટે પહોંચી ગઈ હતી

હાશેમ ફૂડ એન્ડ બેવરેજીસ ફેકટરીમાં સાંજે 5 વાગે આગ લાગી હતી. કલાકો સુધી આગ પર કંટ્રોલ મેળવી શકાયો નહોતો. રેસ્ક્યૂ ટીમે ઘણા લોકોને બચાવ્યાં છે, પરંતુ હજુ કેટલા લોકો ફેક્ટરીમાં ફસાયેલા હતા. હાશેમ ફૂડ્સ લિમિટેડના કારખાનાની બિલ્ડિંગમાં આગ બુઝાવવા માટે ફાયરબ્રિગ્રેડની 18 ગાડીઓ લાગી હતી. લોકો પોતાના સ્વજનોને શોધવા માટે ઇમારત સામે એકઠા થઇ ગયા હતા. લાપતા લોકોમાંથી 44 શ્રમિકોની ઓળખ થઇ છે. નીચેના ફ્લોરમાં આગ લાગવાથી અને ફેક્ટરીમાંથી કાળો ધુમાડો બહાર નીકળતાં તે અને અન્ય 13 કર્મચારી છત પર ભાગ્યા હતા. ફાયર ફાઈટરની ટીમે તેમને દોરડાની મદદથી નીચે ઉતાર્યાં હતા. બચાવ થયેલા શ્રમિકો અને તેમના સંબંધીઓએ આરોપ લગાવ્યો છે કે આગ લાગી ત્યારે કારખાનામાં એકમાત્ર નિકાસ દ્વાર બંધ હતો 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch