Thu,25 April 2024,11:08 pm
Print
header

મમતા બેનર્જીએ હવે ઓવૈસીને કટ્ટરવાદી ગણાવ્યાં, કહ્યું ભાજપ પાસેથી રૂપિયા લઇને કામ કરે છે

કોલકત્તા: અગાઉ ભાજપ સામે પડેલા પશ્વિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ આ વખતે હૈદરાબાદથી AIMIM ના સાંસદ અસરૂદ્દીન ઔવેસીને ઝપેટમાં લઇ લીધા છે, મમતાએ કહ્યું કે અલ્પ સંખ્યકોની હાલત ખરાબ છે, તેની પાછળ અસરૂદ્દીન જેવા કટ્ટરવાદી નેતાઓ છે, હૈદરાબાદને ગઢ બનાવીને બેઠેલા આ નેતા હવે ભાજપ પાસેથી રૂપિયા લઇને તેમના માટે કામ કરતા થઇ ગયા છે, અને તેમના પર જરા પણ વિશ્વાસ ન કરવો જોઇએ.

સામે ઓવૈસીએ બચાવ કરતા કહ્યું કે હું તો અધિકારો માટે લડત આપી રહ્યો છું, મમતામાં હવે ડર-નિરાશા ઘર કરી ગઇ છે, તેથી જ તેઓ આવા નિવેદનો આપી રહ્યાં છે, કહ્યું કે બંગાળમાં લોકસભામાં ભાજપને 18 બેઠકો મળી છે, તેના માટે મમતા જ જવાબદાર છે, સાથે જ બંગાળમાં મુસ્લિમોની ખરાબ હાલત માટે મમતા બેનર્જીને જવાબદાર ગણાવી દીધા.

નોંધનિય છે કે વિપક્ષો અસરૂદ્દીન ઓવૈસીને ભાજપની ટીમ બી ગણાવી રહ્યાં છે, આરોપ છે કે અસરૂદ્દીન કેટલાક નિવેદનો કરીને ભાજપને મદદ કરી રહ્યાં છે અને સમય સમય પર તેઓની ભાજપના નેતાઓ સાથે ચર્ચા પણ થાય છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch