Wed,19 February 2025,9:26 pm
Print
header

ACB ટ્રેપઃ છાપીમાં રૂ.50 લાખની લાંચની માંગણી, 15 લાખ રૂપિયા લેતા સરપંચનો પતિ ઝડપાયો

બનાસકાંઠાઃ છાપી સી.આઇ.ડી.સી માં વર્ષ 2019 માં જાહેર હરાજી દ્વારા ટી.ડી.ઓ દ્વારા કુલ 27 પ્લોટ આપેલા હતા, તે પૈકી એક પ્લોટ ફરીયાદીએ ખરીદેલો હતો, પાછળથી આ હરાજી બાબતે અરજીઓ થતાં ડી.ડી.ઓ બનાસકાંઠા દ્વારા હરાજી રદ કરતો હુકમ કરતાં પ્લોટ ધારકોએ વિકાસ કમિશનર ગાંધીનગર રિવીઝનમાં અરજી કરતાં વિકાસ કમિશનર તરફથી ડીડીઓનો હુકમ રદ કરી પ્લોટ ધારકોની તરફેણમાં હુકમ કર્યો હતો .

ત્યાર બાદ વિકાસ કમિશનરનાં હુકમની વિરુદ્ધમાં પંચાયત તરફથી નામદાર હાઈકોર્ટમાં રીટ પીટીશન દાખલ કરીને મનાઇ હુકમ માંગેલો હતો. પરંતુ હાઈકોર્ટ તરફથી મનાઇ હુકમ કે કોઇ વચગાળાનો હુકમ કરેલ નહીં, તેમ છતાં પંચાયત દ્વારા ફરીયાદીએ પ્લોટમાં કરેલું બાંધકામ તોડી નાંખેલું અને તમામ પ્લોટનો કબ્જો લઇને પંચાયતની માલિકીનો હોવાનું બોર્ડ મારી દીધેલું હતું.

છાપી પંચાયતમાં સરપંચ તરીકે તમામ વહીવટ મહિલાનો પતિ મુકેશ સંભાળતો હતો. ફરીયાદીએ સરપંચનાં પતિ મુકેશનો સંપર્ક કરી હાઈકોર્ટમાં કરેલ રીટ પીટીશન પરત ખેંચવા અને પોતાના તથા અન્ય પ્લોટ ધારકોને પ્લોટની માલિકી પરત આપવા વિનંતી કરતાં સરપંચનાં પતિએ રૂપિયા 50  લાખની લાંચની માંગણી કરી હતી. રકઝકને અંતે 35 લાખ રૂપિયા આપવાના નક્કી થયેલા હતા, તે પૈકી રૂ.15 લાખ આજ રોજ આપવાનો વાયદો કરેલ હતો .

ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતા ન હોવાથી એસીબીનો સંપર્ક કરીને ફરીયાદ આપી હતી. લાંચનાં છટકામાં મુકેશ કામરાજ ભાઇ ચૌધરી (સરપંચનાં પતિ પંચાયતનાં સભ્ય), છાપી ગ્રામ પંચાયત, બનાસકાંઠા અને પ્રવીણ નારાયણજી ઠાકોર, બોર ઓપરેટર, આ બંન્ને આરોપીઓ ફરીયાદીની સુકુનવિલા સાઇટ ઓફીસે લાંચનાં નાણાં લેવા આવ્યાં હતા, તે પૈકી આરોપી પ્રવીણને ફરીયાદીની ઓફિસમાં હેતુલક્ષી વાતચીત કરીને લાંચની માંગણી કરી હતી, તેને લાંચના નાણાં સ્વીકારતા એસીબીએ રંગે હાથ પકડી લીધો હતો, આરોપી મુકેશને ફરીયાદીની ઓફીસની બહાર તેમની ગાડીમાંથી પકડવામાં આવેલો છે.

ટ્રેપીંગ ઓફીસરઃ એસ.એન.બારોટ
પો.ઇન્સ. એ.સી.બી, ફિલ્ડ ૩ ( ઇન્ટે.), અમદાવાદ.

મદદનીશઃ ડી.બી.મહેતા, પો.ઇન્સ. એ.સી.બી.
ફિલ્ડ ૩ ( ઇન્ટે.), અમદાવાદ.

સુપરવિઝન ઓફીસરઃ એ. વી. પટેલ
મદદનીશ નિયામક, એ.સી.બી. ફિલ્ડ ૩ ( ઇન્ટે.), અમદાવાદ

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch