Thu,25 April 2024,9:13 pm
Print
header

બનાસકાંઠાઃ સરપંચ ફસાયા ACB ના સંકજામાં, રૂ. 50 હજારની લાંચ લેતા ઝડપાયા- Gujarat Post

બનાસકાંઠાઃ એસીબીએ વધુ એક સરપંચને લાંચ લેતા ઝડપી પાડ્યાં છે. ફરીયાદીએ વાસણ ગ્રામ પંચાયતનું ભૂગર્ભ ગટર લાઇન તથા પેવરબ્લોકનું કામ પૂર્ણ કર્યું હતું. આ કામના પૈસા ગ્રામપંચાયત પાસેથી ફરીયાદીએ લેવાના હતા, બિલની  ચૂકવણી માટે આરોપી સરપંચ હીબ્જુ રહેમાન મહંમદ હનીફ ઢુક્કા, રહે.વાસણ (ધાણધા), તા.પાલનપુરએ ફરીયાદી પાસે 10 ટકા કમિશન લેખે રૂ.50,000 ની લાંચની માંગ કરી હતી, ફરિયાદી લાંચના નાણાં આપવા માંગતા ન હતા. જેથી તેમને એસીબીનો સંપર્ક કરીને આ સમગ્ર વાત જણાવી હતી અને અરજી આપી હતી.

ફરિયાદને આધારે એસીબીની ટીમે લાંચના છટકાનું આયોજન કરતા આરોપી રૂ.50,000 ની લાંચ ધનિયાણા ચોકડી, અંબાજી હાઇવે, ભોલેનાથ ચા ની કિટલી પર સ્વીકારતા ઝડપાઇ ગયો છે. આ લાંચિયા આરોપીને એસીબીએ ડિટેઇન કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટ્રેપિંગ અધિકારીઃ  
એલ.એસ.ચૌધરી, 
પોલીસ ઇન્સ્પેકટર, બનાસકાંઠા એસીબી પો.સ્ટે, પાલનપુર

સુપરવિઝન અધિકારી : 
કે.એચ.ગોહીલ, 
મદદનીશ નિયામક, એસીબી બોર્ડર એકમ, ભૂજ

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch