Fri,19 April 2024,3:44 am
Print
header

હવે ગુજરાતમાં પણ આબુ જેવો બર્ફીલો માહોલ, આ ત્રણ ગામોમાં છવાઈ બરફની ચાદર

બનાસકાંઠાઃ રાજ્યમાં ફરી એકવાર લોકો ઠંડીમાં ઠુંઠવાઇ રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં આવેલા વાવ, થરાદ અને સુઇગામમાં બરફની ચાદર છવાઈ ગઈ છે. હિમવર્ષાની પથરાયેલી ચાદરથી નયનરમ્ય દ્રશ્યો સર્જાયા હતા. જ્યારે કાતિલ ઠંડી પડવાથી જીરું, વરિયાળી અને રાયડા જેવા પાકોમાં નુકસાન થશે તેવી ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઇ છે. સુસવાટા મારતો પવન અને ઠંડા વાતાવરણને લઇને લોકો ઘરમાં પુરાઇ રહ્યાં હતા. 

પશ્વિમ કચ્છના અબડાસા તાલુકાના નલિયામાં 2 ડીગ્રી તાપમાન નોંધાતા રાજ્યનું સૌથી ઠંડું શહેર બન્યું છે. અબડાસા તાલુકાના ધ્રુફી, નલિયા સહિતના વિસ્તારોમાં અનેક પડતર વસ્તુઓ પર પડેલો ઠાર જામી જતાં બરફની છારી બની ગઈ હતી. લોકોએ વસ્તુ પર પથરાયેલી સફેદ બરફની ચાદરના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ કર્યાં હતા.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch