Wed,16 September 2026,2:27 pm
Print
header

બનાસકાંઠા: તાંત્રિક વિધિના બહાને ગર્ભવતી મહિલાનું બળજબરીથી ધર્મ પરિવર્તન અને સામૂહિક દુષ્કર્મ

  • Published By dilip patel
  • 2026-08-24 18:54:52
  • /
  • 4 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
  • મહિલાને દોરા-ધાગા અને વિધિના બહાને વિશ્વાસમાં લીધી હતી
  • અંગત વીડિયો વાયરલ કરવાની ધમકી આપીને તેને સતત બ્લેકમેલ કરવામાં આવતી હતી

બનાસકાંઠા: ધાનેરા પોલીસ મથકે તાંત્રિક વિધિના નામે પરિણીત મહિલાને પ્રેમજાળમાં ફસાવી બળજબરીપૂર્વક ધર્મ પરિવર્તન કરાવવા અને વારંવાર દુષ્કર્મ આચરવા મામલે ચાર શખ્સો સામે ગંભીર ફરિયાદ નોંધાઈ છે. પોલીસે મુખ્ય આરોપી અખ્તરશા ફકીરની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પાલનપુરમાં રહેતી અને બીમાર થયેલી 30 વર્ષીય મહિલાને તેના પતિના મિત્ર અખ્તરશા ફકીરે દોરા-ધાગા અને વિધિના બહાને વિશ્વાસમાં લીધી હતી. બાદમાં પતિ સાથે અણબનાવ થતાં મહિલા તેની સાથે રહેવા લાગી, જ્યાં તેનું બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવાયું હતું.

મહિલાનો આક્ષેપ છે કે અખ્તરશા, આરીફ, ઈલિયાસ અને સલીમશા ફકીરે તેની મરજી વિરુદ્ધ વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. અંગત વીડિયો વાયરલ કરવાની ધમકીઓ આપી તેને સતત બ્લેકમેલ કરવામાં આવતી હતી. અગાઉ એપ્રિલ મહિનામાં નોંધાયેલી ફરિયાદ બાદ આરોપીઓએ જેલમાંથી છૂટવા માટે દીકરીઓના અપહરણ અને જાનથી મારી નાખવાની ધમકી આપી હાઈકોર્ટ મારફતે સમાધાન કરાવી લીધું હતું.

સમાધાન બાદ પેગિયા ગામે લઈ જઈ પાંચ મહિનાની ગર્ભવતી મહિલા અને તેની બે સગીર દીકરીઓનું ધર્મ પરિવર્તન કરાવવા દબાણ કરી મારપીટ કરવામાં આવી હતી. પીડિતાએ ધાનેરા પોલીસ મથકે પહોંચી ધર્મ પરિવર્તનનો વીડિયો પુરાવા રૂપે રજૂ કરતાં પોલીસે અખ્તરશાની અટકાયત કરી અન્ય ત્રણ આરોપીઓની ભૂમિકા અંગે તપાસ શરૂ કરી છે. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch