Fri,28 March 2025,2:28 am
Print
header

ACB ટ્રેપઃ નાયબ કલેક્ટરની નોકરીનો પગાર પણ ઓછો પડે છે, 3 લાખ રૂપિયાની લાંચ લેતા મહિલા અધિકારી સહિત બે ઝડપાયા

(ઇમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરીનો ફોટો)

અંકીતાબેન બાબુલાલ ઓઝા, નાયબ કલેક્ટર, વર્ગ-1, સ્ટેમ્પ ડ્યૂટી મુલ્યાંકન, લાંચના છટકામાં ફસાયા

એસીબીને મોટી સફળતા મળી, લાંચિયાઓ સામે ઓપરેશન તેજ

બનાસકાંઠાઃ ભૂપેન્દ્ર પટેલની સરકારે લાંચિયા અધિકારીઓ પર તવાઇ બોલાવી દીધી છે, એક પછી એક લાંચિયા બાબુઓ જેલમાં જઇ રહ્યાં છે. હવે બનાસકાંઠામાં એસીબીએ સપાટો બોલાવી દીધો છે. ઇમરાનખાન બિસ્મીલ્લાખાન નાગોરી, પ્લાનીંગ આસિસ્ટન્ટ, વર્ગ-3, (ચાર્જ-કચેરી અધિક્ષક), નાયબ કલેક્ટર સ્ટેમ્પ ડ્યૂટી, મુલ્યાંકન તંત્રની કચેરી, જીલ્લા સેવા સદન-2, પાલનપુર અને અંકીતાબેન બાબુલાલ ઓઝા, ઉ.વ.36, નાયબ કલેક્ટર, વર્ગ-1, સ્ટેમ્પ ડ્યૂટી મુલ્યાંકન તંત્રની કચેરી પર સકંજો કસ્યો છે.

સ્ટેમ્પ ડ્યૂટી મુલ્યાંકન તંત્રની કચેરી, જીલ્લા સેવા સદન-2, પાલનપુર જી.બનાસકાંઠામાં લાંચની રકમ લેવાઇ હતી

ફરીયાદીના મિત્રના બે પ્લોટમાં સ્ટેમ્પ ડ્યૂટી ભર્યા વગર બાંધકામ કરી મકાન બનાવવામાં આવેલે હતા, જેથી બાંધકામની સ્ટેમ્પ ડ્યૂટી ઘટાડી તેમજ ઘટાડેલ સ્ટેમ્પ ડ્યૂટીનુ ચલણ ઝડપથી આપવા એક મકાનના દોઢ લાખ રૂપિયા લેખે ત્રણ લાખ રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. લાંચના નાણાં ફરીયાદી આપવા માંગતા ન હોવાથી એ.સી.બી.નો સંપર્ક કર્યો હતો, જેમાં લાંચના છટકામાં બંને આરોપીઓ આવી ગયા હતા.

ટ્રેપીંગ અધિકારીઃ એચ.બી.ચાવડા
ફીલ્ડ પોલીસ ઇન્સ્પેક્ટર
ગાંધીનગર એ.સી.બી. એકમ

સુપર વિઝન અધિકારીઃ એ.કે.પરમાર
મદદનીશ નિયામક
ગાંધીનગર એ.સી.બી. એકમ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch