Thu,25 April 2024,9:11 pm
Print
header

BIG NEWS- યુવતી સાથેના અશ્લિલ વીડિયો મામલે સાંસદ પરબત પટેલના પુત્રએ નોંધાવી ફરિયાદ

થરાદઃ પૂર્વ મંત્રી અને હાલના ભાજપના સાંસદ પરબત પટેલના નામે યુવતી સાથેનો એક કથિત વીડિયો વાઇરલ થયો છે આ વીડિયોમાં કથિત રીતે પરબત પટેલ એક યુવતી સાથે અશ્લિલ રીતે દેખાઇ રહ્યાં છે વીડિયો 2016 નો અને પાલનપુર સર્કિટ હાઉસના કોઇ રૂમનો હોવાનું ચર્ચાઇ રહ્યું છે. 
 
આપના કાર્યકર્તા માધા પટેલે થોડા સમય પહેલા ફેસબુક પર પોસ્ટ કરીને કહ્યું હતુ કે 15 ઓગસ્ટના દિવસે તે 4 મીનિટ અને 60 સેકન્ડનો એક વીડિયો રિલીઝ કરશે જો કે તે 15 ઓગસ્ટ પહેલા જ વાઇરલ થઇ ગયો છે. થોડા દિવસ પહેલા જ પરબત પટેલે મીડિયા સમક્ષ કહ્યું હતુ કે આ વીડિયો મારો નથી અને મે કોઇ ખોટું કામ કર્યું નથી, મારા ફોટોનો ખોટો ઉપયોગ કરીને કોઇએ આ વીડિયો બનાવ્યો છે. 

જો કે હાલમાં આ વીડિયો વાઇરલ થતા ભાજપ અને નેતાજીની આબરૂના ધજાગરા થઇ રહ્યાં છે. બીજી તરફ પરબત પટેલના પુત્રએ થરાદ પોલીસ સ્ટેશનમાં માધા પટેલ સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી દીધી છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch