Sat,20 April 2024,7:50 pm
Print
header

બનાસકાંઠાઃ ખેતરમાં ઝટકા મશીનથી વીજ કરંટ લાગતા માતા અને બે બાળકોનાં મોત

ખેતરમાં ભૂંડથી પાકને બચાવવા માટે ઝટકા મશીન લગાવ્યું અને પરિવાર જ ઝપેટમાં આવી ગયો

બનાસકાંઠાઃ પાલનપુરના ગઠામણ ખાતે ઝટકા મશીનથી એક મહિલા અને બે બાળકોનાં મોત થઇ ગયા છે. પાલનપુર તાલુકાના ગઠામણ ગામ પાસે ખુશાલભાઈ જગાણીયાના પોતાના ખેતરમાં તેમના પુત્રવધૂ કોકીલાબેન ભાવેશભાઈ જગાણીયા (ઉં.વ. 40), જૈમિન જગાણીયા (ઉંમર વર્ષ- 12), વેદુ જગાણીયા (ઉંમર વર્ષ- 10)ને વીજ કરંટ લાગવાથી મોત નિપજ્યું છે.ત્રણેય ખેતરમાં ફરી રહ્યાં હતા તે દરમિયાન ખેતરમાં મુકેલા ઝટકા મશીનના સંપર્કમાં આવી જતાં તેમને વીજ કરંટ લાગ્યો હતો. વીજ કરંટ લાગતા ત્રણેયનાં ઘટનાસ્થળે જ મોત થયા હતા.

પાલનપુર લક્ષ્મીપુરા વિસ્તારમાં રહેતા ખુશાલભાઈ હીરાભાઈ જગાણિયા પાલનપુર તાલુકાના ગઠામણ નજીક સધી માતાના મંદિર પાસે ફાર્મ હાઉસ ધરાવે છે. તેમણે પોતાના ખેતરમાં ભૂંડ જેવા પશુઓ ન પ્રવેશે અને પાકને કોઈ નુકસાન ન પહોંચાડે તે માટે એક ઝટકા મશીન લગાવ્યું હતું. જેના વીજ વાયરની ઝપેટમાં આવતાં કરંટ લાગતાં માતા અને બંને પુત્રનાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતાં. આ ઘટના અંગે વીજ કંપનીના કર્મચારીઓની ટીમ દ્વારા વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch