Wed,24 April 2024,5:23 pm
Print
header

આ દ્રશ્યો જોઈને તમારું હૈયુ હચમચી જશો ! બનાસકાંઠામાં એક પિતા દિકરીના પગમાં પડ્યાં, છતાં દીકરી ટસની મસ ન થઈ અને...

બનાસકાંઠાઃ દિયોદરના રૈયા ગામની એક દીકરીને એક યુવક સાથે પ્રેમ થતા તેને પ્રેમી સાથે પ્રેમલગ્ન કરી લીધા હતા. જે બાદ પિતાએ પોતાની દીકરીને પરત મેળવવા માટે દિયોદર પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. આ અરજીને આધારે દીકરી દિયોદર પોલીસ સ્ટેશનમાં હાજર થઈ હતી. ત્યારે પોતાની દીકરીને પરત ઘરે લાવવા માતા-પિતાએ ખુબ આજીજી કરી હતી. માતા-પિતાએ દીકરીને મનાવવા તેના પગ પકડી લીધા હતા. પરંતુ જેને તેને આટલા વર્ષો સુધી ઉછેરીને મોટી કરી તે દીકરીએ પોતાના માતા-પિતાને ઓળખવાનો ઈનકાર કરી દીધો હતો, દીકરી ટસની મસ થયા વિના પોતાના પ્રેમીનો હાથ પકડીને ચાલી ગઈ હતી. તેને પોતાના પરિવારની જરા પણ દયા ન હતી.

દિયોદરના રૈયા ગામના ગરીબ પરિવારે દીકરીની સગાઇ મોટા ભાઈના સાટામાં કરાઈ હતી. પરંતુ દીકરીને નાના ભાઈના સાળા સાથે પ્રેમ થતા બંન્નેને ભાગીને લગ્ન કરી લીધા હતા. યુવતીના મોટા ભાઈ કેન્સરથી પીડિત છે. માતા-પિતાએ દીકરીને પાછી બોલાવવા અનેક પ્રયાસ કર્યાં પરંતુ આ દિકરી માની જ નહીં. દીકરીને રોકવા માતા-પિતાએ તેના પગ પકડ્યા હતા. છંતા તે માતા પિતાને છોડીને પ્રેમીનો હાથ પકડીને ચાલી ગઇ હતી. આ બનાવ પછી આ પરિવાર આઘાતમાં ચાલ્યો ગયો છે. પોતાની દિકરી પાછી ન આવતા એક પિતા તૂટી ગયા છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch