Tue,16 April 2024,8:47 pm
Print
header

ઉત્તર ગુજરાતમાં સરકાર સામે આક્રોશ, સહાયની માંગ સાથે પશુઓ છોડી મુકાયા- Gujarat Post

પાટણ, ડીસા, રાધનપુર સહિત વિવિધ વિસ્તારોમાં ભાજપ સરકારનો વિરોધ  

બનાસકાંઠાઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી પશુઓ મામલે ભારે બબાલ જોવા મળી રહી છે. આજે ઉત્તર ગુજરાતમાં પાંજરાપોળના સંચાલકો, ગૌ શાળાના સંચાલકો, પશુપાલકોએ વિરોધ કર્યો છે.ભાજપ સરકાર તરફથી સહાયની માત્ર વાતો કરતા પશુપાલકોમાં નારાજગી છે. અહીં રસ્તાઓ પર પશુઓ છોડી દેવાયા હતા અને અનોખી રીતે વિરોધ કરાયો હતો. પાટણ, ડીસા, રાધનપુર સહિત વિવિધ વિસ્તારોમાં આ વિરોધ જોવા મળ્યો હતો. 

લમ્પિ વાઇરસ અને અન્ય મુદ્દે 500 કરોડ રૂપિયાની સહાયની માંગ સાથે ડીસામાં રોડ પર ટાયરો સળગાવીને સરકારનો વિરોધ કરાયો હતો. ડીસા એલિવેટર બ્રિજ પર ટાયર સળગાવીને ચક્કાજામ કરાયો હતો. પાટણ જિલ્લાની તમામ ગૌશાળાઓમાં વિરોધ જોવા મળ્યો હતો.  

સરકાર તત્કાલિક સહાયની જાહેરાત નહીં કરે તો જાહેરમાં વધુ પશુઓને છોડવામાં આવશે. તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે. ઉત્તર ગુજરાતમાં કેટલાક હાઈવે પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.જેથી આ મામલે વિરોધ કરી રહેલા લોકોને પોલીસ દ્વારા અત્યારે હટાવવામાં આવશે. અબોલા જીવોને છોડી દેવામાં આવતા પોલીસ દોડતી થઈ હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch