Wed,24 April 2024,11:01 am
Print
header

કોરોનાના દર્દીઓની સેવામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરી, તેમના પ્રયાસોથી બનાસકાંઠાને મળ્યાં લાખો રૂપિયાના મેડિકલ સાધનો

પાલનપુરઃ રાજ્યમાં કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે મોતનો આંકડો અને દર્દીઓની સંખ્યા વધી છે ત્યારે આ બધાની વચ્ચે કેટલાક સેવાભાવી નેતાઓ સતત કોરોનાના દર્દીઓની પડખે ઉભા છે બનાસકાંઠામાં કોરોનાના દર્દીઓને મદદરૂપ થવા ભાજપ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી હરિભાઇ ચૌધરીએ વતનથી બહાર રહેતા ઉદ્યોગપતિઓને મદદ માટે વિનંતી કરી હતી, જેમાં હવે રૂપિયા 2.39 કરોડ રૂપિયાના મેડિકલ સાધનો બનાસકાંઠા જિલ્લાને મળ્યાં છે તેમના પ્રયાસોથી આ શક્ય બન્યું છે.

ખાસ કરીને બનાસકાંઠાના જે લોકો મુંબઇ જેવા મોટા શહેરોમાં વસે છે તેઓએ હરિભાઇ ચૌધરીની વિનંતીને કારણે વતનમાં મેડિકલ ઇક્વીપમેન્ટ મોકલાવ્યાં છે જેનાથી અનેક કોરોનાના દર્દીઓને મદદ મળશે. મુંબઇમાં રહેતા હીરા બજારના ઝવેરીઓની સંસ્થા જેમ્સ એન્ડ જવેલરી નેશનલ રિલિફ ફાઉન્ડેશન તરફથી જિલ્લાને 2.39 કરોડ રૂપિયાના મેડીકલના સાધનોની ભેટ મળી છે. જેમાં રૂપિયા 11 લાખના એક એવા 15 વેન્ટિલેટર, રૂપિયા 70 લાખના 200 ઓક્સિજન કોન્સન્ટ્રેટર અને 10 મલ્ટીપેરા મોનિટરનો સમાવેશ થાય છે.

જિલ્લામાં જ્યારે વેન્ટિલેટરના અભાવે અનેક દર્દીઓનાં મોત થયા છે, થોડા દિવસો પહેલા અહીં કોરોનાના દર્દીઓને ઓક્સિજન અને બેડ પણ મળતા ન હતા તેવી સ્થિતીમાં આ મેડિકલ ઇક્વીપમેન્ટ હવે કોરોનાના દર્દીઓની જિંદગી બચાવવા મદદરૂપ બનશે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch