Tue,17 June 2025,10:31 am
Print
header

બનાસ નદીમાં ન્હાવા પડ્યાં હતા 11 મિત્રો, 8 ના મૃતદેહો મળતા સનસની

  • Published By Panna patel
  • 2025-06-10 17:09:27
  • /

રાજસ્થાનઃ અહીંથી એક આઘાતજનક સમાચારો સામે આવ્યાં છે, ટોંક જિલ્લામાં બનાસ નદીમાં ન્હાવા પડેલા 11 મિત્રોમાંથી 8 ના મૃતદેહો મળી આવ્યાં છે. ત્રણ યુવકોને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યાં છે.

સ્થાનિક લોકોએ જણાવ્યું કે આ મિત્રો એક સાથે અહી ન્હાવા પડ્યાં હતા અને અચાનક જ પાણીમાં ડૂબી જતા તેમાંથી 8 યુવકોના મોત થઇ ગયા હતા, પોલીસ અને તંત્રએ 8 યુવકોનાં મૃતદેહો બહાર કાઢ્યાં છે અને ત્રણ યુવકોની હાલત ગંભીર છે. જેમને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

આ વિસ્તારમાં પસાર થતી બનાસ નદીમાં પહેલા પણ લોકોના ડૂબવાના બનાવો બન્યાં છે. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકોના પરિવારજનોને આ બનાવની જાણ કરી છે.

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch