Tue,16 April 2024,2:04 pm
Print
header

દેશ વિરોધી કૃત્યો કરનાર PFI પર 5 વર્ષનો પ્રતિબંધ, આ સંસ્થાઓ પર પણ મુક્યો પ્રતિબંધ- Gujarat Post

(file photo)

નવી દિલ્હીઃ કટ્ટરપંથી ઈસ્લામી સંગઠન પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયા(PFI) પર ટેરર ફંડિંગ અને અન્ય પ્રવૃત્તિઓને કારણે ભારતમાં પાંચ વર્ષ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.ગૃહ મંત્રાલય દ્વારા નોટિફિકેશન પણ બહાર પાડવામાં આવ્યું છે. આ સંગઠન પર UAPA એક્ટ હેઠળ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. PFI એક કટ્ટરવાદી સંગઠન હોવાથી અગાઉ 2017માં NIAએ ગૃહ મંત્રાલયને પત્ર લખીને આ સંગઠન પર પ્રતિબંધ લગાવવાની માંગ પણ કરી હતી. એનઆઈએની તપાસમાં આ સંગઠન કથિત રીતે હિંસક અને આતંકવાદી પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું સામે આવ્યું હતું. NIAના ડોઝિયર અનુસાર, આ સંગઠન રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે.

આ સંસ્થાઓ પર પ્રતિબંધ

રિહેબ ઈન્ડિયા ફાઉન્ડેશન

કેમ્પસ ફ્રન્ટ ઓફ ઈન્ડિયા

ઓલ ઈન્ડિયા ઈમામ કાઉન્સિલ

નેશનલ કોન્ફેડરેશન ઓફ હ્યુમન રાઈટ્સ ઓર્ગેનાઈઝેશન

રાષ્ટ્રીય મહિલા મોરચો, જુનિયર મોરચો

એમ્પાવર ઈન્ડિયા ફાઉન્ડેશન

રિહેબ ફાઉન્ડેશન (કેરળ)

જુનિયર ફ્રન્ટ

PFI પર પાંચ વર્ષના પ્રતિબંધ બાદ કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે ટ્વિટ કર્યું છે, તેમણે લખ્યું છે કે બાય-બાય પીએફઆઈ. આ સિવાય તેમણે ગૃહ મંત્રાલયના નોટિફિકેશનની કોપી પણ શેર કરી છે. નોંધનિય છે કે છેલ્લા થોડા જ દિવસોમાં આ સંગઠનના અનેક લોકોની ધરપકડ કરાઇ છે અને તેમના પાકિસ્તાની કનેક્શન પણ નીકળ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch