Tue,29 April 2025,12:02 am
Print
header

બલૂચ આર્મીનો પાકિસ્તાનમાં બીજો મોટો હુમલો, 90 જવાનોનાં મોતના અહેવાલ

પાકિસ્તાનઃ બલોચ આ્મી દ્રારા ટ્રેન હાઇજેક કર્યાને હજુ તો થોડા જ દિવસ થયા છે ત્યા તો પાકિસ્તાની સેના પર મોટી બીજી મુશીબત આવી છે, ક્વેટાથી તાફ્તાન જતા સૈન્ય કાફલા પર બલૂચ આર્મીએ જોરદાર હુમલો કર્યો છે, જેમાં 90 સૈનિકોનાં મોત થઇ ગયા હોવાના અહેવાલ છે.

બલૂચ લિબરેશન આર્મી (BLA) એ આ હુમલાની જવાબદારી લીધી છે. આ હુમલો ક્વેટાથી 150 કિ.મી દૂર નોશકીમાં થયો હતો. પાક સેનાએ અહીં તેની અન્ય ટુકડીઓ ઉતારી દીધી છે, બચાવ ઓપરેશનમાં સેનાના હેલિકોપ્ટર પણ જોડાયા છે.

પાકિસ્તાની સૈન્યના કાફલામાં 8 બસો હતી, જેના પર હુમલો થયો હતો, તેમાં સવાર સૈનિકોને મોતને ઘાત ઉતારી દીધા હતા. બળવાખોરોનો દાવો છે કે 90 સૈનિકોને મોતને ઘાટ ઉતારી દીધા છે. નોંધનિય છે કે હાલમાં જ પાકિસ્તાન આર્મીએ ઓપરેશન કરીને બલોચ આર્મીના કબ્જામાંથી ટ્રેન અને મુસાફરોને છોડાવ્યાં હતા અને હવે બીજો મોટો હુમલો થયો છે.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch