Wed,24 April 2024,1:38 pm
Print
header

બગદાદની કોવિડ હોસ્પિટલમાં ભયાનક આગ, 82 દર્દીઓનાં કમકમાટીભર્યાં મોત

બગદાદઃ ઇરાકની રાજધાની બગદાદમાં એક કોવિડ હોસ્પિટલમાં ભયંકર આગ લાગી હતી. જેમાં 82 દર્દીઓનાં દુખદાયક મોત થઇ ગયા છે અને 110 લોકો દાઝી ગયા છે. આગ હોસ્પિટલના ઇન્ટેસિવ કેયર યુનિટમાં લાગી હતી, જ્યાં કોવિડથી સંક્રમિત દર્દીઓ દાખલ હતા. મોટો વિસ્ફોટ ઓક્સિજન સિલિન્ડરના સંગ્રહમાં થયેલી ભૂલને કારણે થયો હતો જેમાં અનેક લોકો ઈજાગ્રસ્ત થયા છે. 

ઇરાકની રાજધાનીના દક્ષિણ-પૂર્વી બહારી વિસ્તારમાં સ્થિત અબ્ન-અલ-ખતીબ હોસ્પિટલમાં આગ લાગતા ફાયર જવાનો ઘટના સ્થળે પહોંચ્યા હતા આગને કાબુમાં લઇ લીધી છે દર્દીઓ અને તેમના સંબંધીઓને ઇમારતમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.સરકારી વિભાગે ઇરાકી રાજ્ય સમાચારને જણાવ્યું કે, તેમણે ઘટનાસ્થળ પર 120 દર્દીઓ અને તેના સંબંધીઓમાંથી 90 લોકોને બચાવી લીધા છે 

નોધનીય છે કે બુધવારે ઇરાકમાં Covid-19 ના કેસોની સંખ્યા 10 લાખથી વધી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રલાયના આંકડા મુજબ કુલ 1,025,288 કેસ નોંધાયા છે અને 152017 મોત થયા છે. હજુ પણ અહીં સતત કોરોનાના નવા કેસ આવી રહ્યાં છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch