Fri,19 April 2024,4:57 am
Print
header

અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન, હવે મથુરાનો વારો, અમદાવાદમાં બાગેશ્વર બાબાનું નિવેદન

અમદાવાદઃ બાગેશ્વરધામના બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં આવ્યાં છે, તેઓએ અમદાવાદ બાદ સુરતમાં હાજરી આપી છે અમદાવાદના વટવામાં દેવકીનંદન મહારાજની કથાના મંચ પરથી બાગેશ્વર બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીએ લોકોને સંબોધન કર્યું હતુ. બાબાએ અહીં હિન્દુત્વનો મુદ્દો ઉઠાવ્યો હતો અને કહ્યું કે અયોધ્યામાં ભગવાન રામનું ભવ્ય મંદિર બન્યું છે, હવે મથુરામાં પણ આપણા ભગવાનને બેસાડવાના છે.

બાબાએ હિન્દુઓને એક થઇને કામ કરવા આહ્વવાન કર્યું છે, બાબાએ કહ્યું જો હિન્દુઓ જાગૃત નહીં થાય તો રામકથા અને ભાગવત સપ્તાહ બંધ થઇ જશે, તમારે જાગૃત થવાની જરૂર છે. બાબાએ ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાની માંગ પણ કરી છે. તેમની સભામાં મોટી સંખ્યામાં તેમના ચાહકો ઉપસ્થિત રહ્યાં હતા.

બાબા આજથી 10 દિવસ માટે અમદાવાદ, સુરત અને રાજકોટની મુલાકાત કરશે અને દિવ્ય દરબાર લગાવશે, જો કે તેમનો વિરોધ પણ થઇ રહ્યો છે, કેટલાક લોકોએ તેમના પર અંધશ્રદ્ધા ફેલાવવા બદલ પોલીસ કેસ કરવાની માંગ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch