Fri,19 April 2024,12:08 pm
Print
header

બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીને પોલીસે આપી ક્લિનચીટ, અંધશ્રદ્ધા ફેલાવવાના નથી પુરાવા

નાગપુરઃ બાગેશ્વર ધામ મહારાજના નામથી જાણીતા ધીરેન્દ્ર શાસ્ત્રીને નાગપુર પોલીસે ક્લિનચીટ આપી છે. પોલીસના જણાવ્યાં અનુસાર ધીરેન્દ્ર શાસ્ત્રી સામે અંધશ્રદ્ધા ફેલાવવાના કોઇ પુરાવા મળ્યાં નથી. નાગપુર પોલીસે જણાવ્યું કે ધીરેન્દ્ર શાસ્ત્રીના કાર્યક્રમ સાથે જોડાયેલા વીડિયોમાં તે ક્યાંય પણ અંધવિશ્વાસ ફેલાવતા જોવા મળ્યાં નથી. નાગપુરના પોલીસ કમિશનર અમિતેશ કુમારે સ્પષ્ટતા કરી કે પોલીસે માત્ર નાગપુરના કાર્યક્રમનો વીડિયો જ તપાસ્યો છે.

મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ સાથે સંકળાયેલા શ્યામ માનવની ફરિયાદ પર નાગપુર પોલીસે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીના નાગપુર કાર્યક્રમનો વીડિયો તપાસ્યો હતો.ગત સપ્તાહે મહારાષ્ટ્રના નાગપુરમાં ધીરેન્દ્ર શાસ્ત્રીની રામકથા યોજાઇ હતી. મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવે આ જ કાર્યક્રમમાં દિવ્ય દરબાર સામે વાંધો ઉઠાવ્યો હતો અને ધીરેન્દ્ર શાસ્ત્રી પર અંધશ્રદ્ધા અને મેલીવિદ્યાને પ્રોત્સાહન આપવાનો આરોપ લગાવતા પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

ધીરેન્દ્ર શાસ્ત્રી સામે શું હતી ફરિયાદ ?

શ્યામ માનવે ધીરેન્દ્ર શાસ્ત્રી પર સામાન્ય લોકોને છેતરવાનો અને ઠગાઇ કરતા હોવાનો આરોપ મૂકતાં કહ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી 'દિવ્ય દરબાર'ની આડમાં 'મેલીવિદ્યા'ને પ્રોત્સાહન આપે છે. 'દિવ્ય દરબાર'ના નામે બેઠક યોજનારા ધીરેન્દ્ર શાસ્ત્રી બે કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. પ્રથમ 2013નો મહારાષ્ટ્ર એન્ટી-મેલીવિદ્યા કાયદો છે અને બીજો 1954નો ડ્રગ્સ એન્ડ રેમેડીઝ એક્ટ છે.

આ સાથે તેમને ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંક્યો હતો કે જો તે તેમની સામે ચમત્કારો કરશે તો અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ તેમને 30 લાખ રૂપિયા આપશે.આ આરોપોનો જવાબ આપતાં ધીરેન્દ્ર શાસ્ત્રીએ કહ્યું કે, તેઓ કોઈ અંધશ્રદ્ધા ફેલાવી રહ્યાં નથી કે કોઈની સમસ્યા દૂર કરી રહ્યાં નથી. 

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch