Tue,29 April 2025,1:14 am
Print
header

અયોધ્યામાં ભગવાન રામનું અદ્ભભૂત સૂર્ય તિલક થયું, રામનવમી પર ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યૂં

ડ્રોનથી રાખવામાં આવી રહી છે નજર

PM મોદી, CM ભૂપેન્દ્ર પટેલે પાઠવી શુભકામનાઓ

અયોધ્યાઃ રામ નવમી ઉત્સવની ઉજવણી પવિત્ર સરયુમાં સ્નાન સાથે શરૂ થઈ હતી. વહેલી સવારથી જ દેશ-વિદેશના શ્રદ્ધાળુઓ સરયુમાં ધાર્મિક સ્નાન કરવા માટે વિવિધ ઘાટ પર પહોંચવાનું શરૂ કરી દીધું હતું. ઘાટ પર ભારે ભીડ છે. ભક્તો જય શ્રી રામના નારા લગાવતા સ્નાન કરી રહ્યાં છે. સરયુમાં સ્નાન કર્યા પછી, ભક્તોનો કાફલો નાગેશ્વર નાથ, હનુમાનગઢી, કનક ભવન અને રામ મંદિર તરફ રવાના થઈ રહ્યો છે. સરયુ નદીના કિનારે ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. SDRF અને NDRF ના જવાનો તહેનાત કરવામાં આવ્યાં છે. મંદિર પરિષરની બહાર ભક્તોની લાંબી કતારો જોવા મળી રહી છે. રામ મંદિરની સાથે, હનુમાન ગઢીમાં પણ મોટી સંખ્યામાં ભક્તો જોવા મળે છે.

પીએમ મોદીએ રામનવમી પર દેશવાસીઓને શુભકામના પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરી હતી. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શુભકામના પાઠવતાં લખ્યુ. ભારતભૂમિના પ્રાણપુરુષ, મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ રામનવમીની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. પ્રભુ શ્રી રામની કૃપા દ્રષ્ટિ સૌ પર સર્વદા બની રહે અને સૌના જીવનમાં ઉત્તમ શીલ, કર્તવ્યનિષ્ઠા અને ઉન્નતિનો ઉજાસ પથરાય તેવી પ્રાર્થના.

રામલલાના દરબારમાં રામ જન્મોત્સવની ઉજવણી થઇ રહી છે. રામલલાનું સૂર્ય તિલક ત્રણ શુભ યોગ, રવિ યોગ, સર્વાર્થસિદ્ધિ યોગ અને સુક્રમમાં કરવામાં આવ્યું છે આ મહત્વપૂર્ણ પ્રસંગે, શનિવારે સતત ત્રીજા દિવસે સૂર્ય તિલકનું સફળ પરીક્ષણ કરવામાં આવ્યું. રવિવારે રામનવમીના દિવસે પણ સૂર્ય તિલકની આ પ્રક્રિયા ચાર મિનિટ સુધી ચાલી હતી. આ માટે મંદિરના ઉપરના માળે રિફ્લેક્ટર અને લેન્સ લગાવવામાં આવ્યાં હતા. જેથી સૂર્યના કિરણો રામલલાના કપાળ સુધી સચોટ રીતે પહોંચી શકે. સૂર્ય કિરણો લેન્સ દ્વારા બીજા માળે આવેલા અરીસા સુધી પહોંચ્યાં હતા અને પછી આ કિરણો રામલલાના કપાળ પર ચમક્યાં હતા. સૂર્ય તિલકની સાથે, રામ લલ્લાના અભિષેક, શ્રૃંગાર અને અન્ય ધાર્મિક કાર્યક્રમોનું જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતુ.

મુસાફરોની ભીડને નિયંત્રિત કરવા અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સ્ટેશન પર 200 RPF કર્મચારીઓને તહેનાત કરવામાં આવ્યા છે. મુસાફરોના પ્રવેશ માટે ત્રણ પ્રવેશદ્વાર બનાવવામાં આવ્યા છે, જ્યારે બહાર નીકળવા માટે બે દરવાજા અને એક ઇમરજન્સી ગેટ છે. સમગ્ર સ્ટેશન પરિસર પર 235 સીસીટીવી કેમેરા દ્વારા નજર રાખવામાં આવી રહી છે અને શંકાસ્પદ વ્યક્તિઓની સતત પૂછપરછ કરવામાં આવી રહી છે. .

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch