Wed,24 April 2024,2:22 pm
Print
header

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાનનું અમદાવાદમાં આગમન, ગાંધી આશ્રમની વિઝિટર બુકમાં લખી આ ખાસ વાત

અમદાવાદઃ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અમદાવાદ આવી પહોંચ્યા છે. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, મંત્રી જગદીશ પંચાલે તેમનું સ્વાગત કર્યું. એરપોર્ટથી તેઓ સીધા ગાંધી આશ્રમ પહોંચ્યાં હતા. ગાંધી આશ્રમમાં વિઝિટર બુકમાં તેમણે લખ્યું, ગાંધી આશ્રમની મુલાકાત લઈને ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપવી એ મારા માટે ગર્વની વાત છે. આજે પણ એમનું જીવન દર્શન અને જીવનના મૂલ્યો વિશ્વને પ્રેરણા આપે છે. તેમના જીવનમાંથી ઘણું બધું શીખવાનું છે.

તેઓ અંદાજે 20 મિનીટ જેટલો સમય અહીં રોકાયા હતા, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ગાંધી આશ્રમની ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી ની મુલાકાત દરમિયાન સાથે રહ્યાં હતા, એન્થોનીનો આ ભારતનો પહેલો પ્રવાસ છે જેની શરૂઆત તેમને અમદાવાદથી કરી. ઓસ્ટ્રલિયાના પ્રધાનમંત્રી એન્થોની ગાંધીજીની સાદગી અને આશ્રમના સ્વચ્છતાના વાતાવરણથી પ્રેરિત થયા અને સમગ્ર પરિષરમાં શૂઝ વિના જ અલગ અલગ સ્થાનો પર ફર્યાં હતા. ઓસ્ટ્રેલિયન પ્રધાનમંત્રી ચરખો અને ખાદી અંગે પણ જાણકારી મેળવી હતી.

ગાંધી આશ્રમ દ્વારા પ્રધાનમંત્રી એન્થોનીને ઓસ્ટ્રેલિયાના જ એક સંશોધક દ્વારા ગાંધીજીની મીઠા સત્યાગ્રહ બાબતે લખેલું ધ સોલ્ટ માર્ચ નામનું પુસ્તક ભેટ આપવામાં આવ્યું અને ચરખાની રેપ્લિકા અપાઈ.

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટેસ્ટ સિરીઝની છેલ્લી મેચ 9 માર્ચથી નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ સિરીઝની અંતિમ મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ પણ હાજર રહેશે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે મોટેરા સ્થિત મોદી સ્ટેડિયમમાં નિરિક્ષણ કર્યું હતું. તેમણે સ્ટેડિયમમાં બંને દેશોના વડાની હાજરીને લઈ તૈયારીઓ માટેની સમિક્ષા કરી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch